બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: એલ્યુમિનિયમ અને લેડમાં મજબૂતી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 17:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ચાઈનામાં નબળા ઇન્ડસ્ટ્રીયલ આંકડાઓના કારણે બેઝ મેટલ્સની કિંમતોમાં નરમાશ જોવા મળી, સ્થાનિક બજારમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. એલ્યુમિનિયમ અને લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે.


US શેલનો ગ્રોથ નબળો રહેવાના અનુમાન પર કાચા તેલની કિંમતોમાં તેજી જોવા મળી, જોકે સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, પણ બ્રેન્ટની કિંમત 63 ડૉલરની ઉપર રહેતી દેખાઈ, સાથે જ USમાં ઓઈલ ઇન્વેન્ટરીઝ ઘટવાથી પણ કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.


વાસ્તવમાં APIનાં આંકડાઓ મુજબ US ક્રૂડ ઓઈલની ઇન્વેન્ટરીઝ 541,000 બેરલથી ઘટી શકે છે, આજે હવે EIAના આંકડાઓ પર બજારની નજર રહેશે. સાથે જ EIA દ્વારા WTI ક્રૂડની કિંમતો 2020 સુધી $56.60/બેરલ રહે તેવા અનુમાન કરવામાં આવી રહ્યા છે.


નેચરલ ગેસમાં 2 ટકાનો વધારો નોંધાતા ભાવ 191ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


સરકાર જલ્દી ખાદ્ય તેલ પર નેશનલ પૉલિસી લાવી શકે છે, અમારી સાથેની ખાસ વાતચીતમાં Solvent Extractors Association of Indiaના પ્રેસિડન્ટ અતુલ ચતુર્વેદીએ કહ્યું કે સરકાર ખાદ્ય તેલો પર દેશમાં વધારે આયાતને ઓછી કરવા પર કામ કરી રહી છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, નફાવસુલીના કારણે મેન્થા ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો, તો વધુ માગ અને ઓછી સપ્લાયના કારણે એલચીમાં 4 ટકાની અપર સર્કિટ લાગી, જ્યારે નવી ખરીદદારીના કારણે હળદરમાં એક ટકાનો વધારો નોંધાયો, પણ ગુજરાતની સ્પોટ બજારમાં ભાવ ઘટવાના કારણે એરંડાની કિંમતો પર દબાણ રહ્યું, જોકે ચણામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. પણ સોયા ઓઈલ અને સોયાબીનની કિંમતોમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.