બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: એલ્યુમિનિયમમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ડીલની ચિંતાને લઈ બેઝ મેટલ્સની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહીત તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. મજબૂત US ડૉલરના કારણે LME પર કોપરની કિંમતો 0.2 ટાક, નિકલની કિંમતો 0.4 ટકા તો ઝીંકની કિંમતોમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


નબળી માગના અનુમાનથી કાચા તેલની કિંમતોમાં દબાણ રહેતા સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા તૂટ્યા, વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 62 ડૉલરની ઘણી નીચે જોવા મળી, વાસ્તવમાં ટ્રેડ ડીલ પર ફેઝ-1 બેઠક અંગે વધુ સ્પષ્ટતા ન મળવાથી કિંમતો પર દબાણ બન્યું, સાથે જ IEA દ્વારા વૈશ્વિક ઓઈલની માગ નબળી રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.


નેચરલ ગેસમાં અડધા ટકાનો ઘટાડો આવતા એમસીએક્સ પર ભાવ 188ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. પાક નુકસાન અંગે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. પાક નુકસાન સામે ખેડૂતો માટે સરકારે 700 કરોડની વિશેષ સહાયની જાહેરાત કરી છે. આ સહાયનો લાભ 2 લાખથી વધુ ખેડૂતોને મળશે. આ સહાય હેઠળ 1 હેક્ટર દીઠ 13,500નું વળતર ખેડૂતોને આપવામાં આવશે. તો વધુમાં વધુ 2 હેક્ટરનું વળતર ખેડૂતોને મળશે. સર્વેની કામગારી પૂરી થયા બાદ આ સહાય આપવામાં આવશે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, વધારે ભાવ પર ઓછી માગથી સોયાબીનમાં દબાણ રહ્યું, સોયાબીન સિવાય ક્રૂડ પામ ઓઈલ અને રાઈના ભાવમાં પણ સુસ્તી જોવા મળી, જ્યારે ચણામાં લગભગ એક ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. તો મસાલા પેકમાં ધાણામાં શરૂઆતી નરમાશ ઓછી થતી દેખાઈ, પણ હળદરમાં લગભગ 2 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. પણ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં સારી રિકવરી દેખાઈ રહી છે.