બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 17:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સની વાત કરીએ તો, સ્થાનિક બજારમાં તમામ બેઝ મેટલ્સમાં તેજી દેખાઈ રહી છે, સૌથી વધુ તેજી નિકલમાં જોવા મળી રહી છે.


કાચા તેલ પર નજર કરીએ તો, કાચા તેલમાં જોરદાર તેજી નોંધાઈ રહી છે, અને કાચા તેલની કિંમત પાછલા 3 વર્ષના ઉપરી સ્તર પર પહોંચી ગઈ છે. બ્રેન્ટમાં 70 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે, જ્યારે WTI ક્રૂડ 63 ડૉલરની ઉપર દેખાઈ રહ્યું છે. જોકે ગઈકાલે એપીઆઈની ઈન્વેન્ટ્રી રિપોર્ટ જાહેર થઈ હતી, જે મુજબ અમેરિકામાં કાચા તેલનો ભંડાર 112 લાખ બેરલથી ઘટી ગયો છે. તો હવે બજારની નજર આજે અમેરિકી એનર્જી ડિપાર્ટમેન્ટની ઈન્વેન્ટ્રી રિપોર્ટ પર રહેશે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ગુવારમાં પાછલા અઢી વર્ષના ઉપરી સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. ગુવારગમ સાડા 9 હજાર રૂપિયાની ઉપર છે, જ્યારે ગુવારસીડ 4400 રૂપિયાની પાસે પહોંચી ગયા છે. પાછલા એક મહિનામાં ગુવારસીડની કિંમત લગભગ 14 ટકા ઉછળી છે. તો સાથે સોયાબીનમાં પણ ઉછાળો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં 5 મહિનાના ઉપરી સ્તર પર સોયાબીનના ભાવ પહોંચી ગયા છે, સાથે સોયા તેલમાં પણ તેજી દેખાઈ રહી છે. આજે કપાસ અને કપાસીયા ખોળમાં પણ તેજી દેખાઈ રહી છે, તો મસાલા પેકમાં ધાણા અને રાઈમાં તેજી દેખાઈ રહી છે, ધાણામાં લગભગ 1 ટકાની તેજી દેખાઈ રહી છે. સાથે એરંડા અને ચણામાં પણ તેજી દેખાઈ રહી છે, ચણામાં લગભગ 1 ટકાની તેજી દેખાઈ રહી છે.