બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: બેઝ મેટલ્સમાં નરમાશ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 18:18  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે બેઝ મેટલ્સમાં તમામ મોરચે નરમાશ જોવા મળી હતી. તમામ બેઝ મેટલ્સમાં ઘટાડો આવ્યો હતો. નીકલમાં દોઢ ટકાનો ઘટાડો આવ્યો હતો, તો લેડ અને ઝીંક એક ટકા જેટલા ઘટી ગયા હતા.


ક્રૂડમાં અમેરિકાનો ભંડાર વધતાં ક્રૂડમાં ઘટાડો યથાવત છે. બ્રેન્ટના ભાવ 64.5 ડૉલર પ્રતિબેરલની નીચે પહોંચી ગયા છે. જ્યારે સ્થાનિક બજારમાં પણ 3900ના સ્તર તૂટ્યા છે. અમેરિકામાં ભંડાર એક કરોડ ડૉલર પ્રતિબેરલને પાર પહોંચી ગયો છે. આ કારણે ઓવરસપ્લાઇની અસર જોવા મળી છે.


વાત કરીએ એગ્રી કોમોડિટીની તો સરકાર દ્વારા શુગર મિલો પર બે મહિના માટે ખાંડની ખરીદી પર મર્યાદા મૂકવામાં આવતા આજે ખાંડમાં અઢી ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો ગુઆર ગમ અને ગુઆર સીડમાં આજે ખરીદદારી આવી હતી. અને ગુઆર સીડમાં તો સવા ટાકાની તેજી હતી. તો મેન્થા ઓઈલમાં પણ એક ટકાથી વધુનો કારોબાર જોવા મળ્યો હતો.


કુંવરજી ગ્રુપની સલાહ


કોપર (ફેબ્રુઆરી વાયદા): વેચો - 436.8, લક્ષ્યાંક - 430.0, સ્ટૉપલોસ - 439.8


ક્રૂડ (ફેબ્રુઆરી વાયદા): વેચો - 3920, લક્ષ્યાંક - 3850.0, સ્ટૉપલોસ - 3970.0


સોયા સીડ (ફેબ્રુઆરી વાયદા): ખરીદો - 3720, લક્ષ્યાંક - 3790.0, સ્ટૉપલોસ - 3680.0