બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: એલ્યુમિનિયમ અને નિકલ નબળઇ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2018 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. શંઘાઈમાં એલ્યુમિનિયમ અને નિકલ નબળા છે પણ કોપર અને ઝીંકમાં મજબૂતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


કાચા તેલમાં આજે નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે, બ્રેન્ટ 76 ડૉલરની નીચે છે, જ્યારે WTI ક્રૂડમાં 65 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે. તો રશિયાની સપ્લાઈ વધવા અને અમેરિકામાં ઉત્પાદન વધવાથી કાચા તેલ પર દબાણ બની રહ્યું છે. સાથે જ અમેરિકાનું ઉત્પાદન 1 કરોડ 8 લાખ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે સ્થાનિક બજારમાં કાચા તેલમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.


સ્થાનિક બજારમાં નેચરસ ગેસમાં લગભગ એક ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે.


એગ્રી કૉમોડિટીમાં આજે, કપાસીયા ખોળમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે મસાલા પેકમાં એલચીમાં લગભગ 3 ટકાની ઉપર કારોબાર થઈ રહ્યો છે. તો ખાદ્ય તેલોમાં સોયાબિનમાં એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સોયાબિનમાં લગભગ 3 ટકાની નીચેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે ગુવારપેકમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. તો એરંડા અને ચણામાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


મોનાર્ક નેટવર્થ કેપિટલની સલાહ


રાઈ (જુલાઈ વાયદા): વેચો - 4000, લક્ષ્યાંક - 3930, સ્ટૉપલોસ - 4040


કોટન (જૂન વાયદા): ખરીદો - 23000, લક્ષ્યાંક - 23700, સ્ટૉપલોસ - 22800


ગુવારસીડ (જુલાઈ વાયદા): વેચો - 3670, લક્ષ્યાંક - 3580, સ્ટૉપલોસ - 3710


કોપર: વેચો - 486, સ્ટૉપલોસ - 490, લક્ષ્યાંક - 480


ક્રૂડ ઓઈલ: વેચો - 4415, સ્ટૉપલોસ - 4450, લક્ષ્યાંક - 4330