કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર - commodity bajar business with pressure in gold-silver business with pressure in crude | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

ગઈકાલની રિકવરી ધોવાતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી દબાણ સાથે 274ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 11:33:50 AM Jan 20, 2023 પર
Story continues below Advertisement

ફેડના અધિકારીઓ દ્વારા હોકીશ નિવેદનો બાદ US ડૉલરમાં રિકવરી આવતી દેખાઈ, ફેડ અધિકારીઓ મુજબ વ્યાજ દરમાં હજૂ 5%થી વધારેનો વધારો કરવાની જરૂર પડશે, અને આ વર્ષે સેન્ટ્રલ બેન્ક હજૂ વધારે વખત વ્યાજ દર વધારે તેવા અનુમાન બની રહ્યા છે, સાથે જ US રિટેલ સેલ્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઇન્ડેક્સના આંકડા પણ અનુમાન કરતા નબળા રહેવાની અસર સોનાની કિંમતો પર જોવા મળી, જ્યાં કોમેક્સ પર સોનામાં 1900ના સ્તરને પાર કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં 56,325ના સ્તર જોવા મળ્યો.

ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 24 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાના દબાણ સાથે 67,900ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.

USની ક્રૂડ ઇન્વેન્ટરીમાં 7.6 મિલિયન બેરલનો આશ્ચર્યજનક વધારો અને મંદીનો ડર વધતા ક્રૂડની કિંમતો પર દબાણ વધ્યું, જ્યાં 88 ડૉલર પ્રતિ બેરલના હાઈ બનાવ્યા બાદ કિંમતો ઘટીને 85 ડૉલરની નીચે પહોંચતી દેખાઈ, તો NYMEX ક્રૂડમાં આશરે 1 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ ઘટાડા સાથે કારોબાર નોંધાયો. US અર્થતંત્રના નબળા આંકડા અને UK-યુરોઝોનમાં મોંઘવારી વધવાની ચિંતાએ ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.

ગઈકાલની રિકવરી ધોવાતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મામુલી દબાણ સાથે 274ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

USના રિટેલ સેલ્સ અનુમાન કરતા વધુ, 1.1 ટકાથી ઘટ્યા હોવાથી, સપ્લાયની ચિંતા અને LME પર ઘટતી ઇન્વેન્ટરીના કારણે બેઝ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ રહેતો દેખાયો, વેયરહાઉસમાં એલ્યુમિનિયમનો સ્ટોક ઘટીને 390,400 ટન પર રહ્યો, જ્યારે કોપરની ઇન્વેન્ટરી 1,400 ટનથી ઘટીને 81,925 ટન પર રહેતી દેખાઈ, ડૉલરમાં રિકવરી આવતા આજે LME સાથે સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ, ગઈકાલની તેજી બાદ ગુવાર પેકમાં ફરી દબાણ જોવા મળ્યું, જ્યાં ગુવારગમમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, અને ગુવારસીડમાં અડધા ટકાથી વધારેની નરમાશ દેખાઈ, તો કપાસિયા ખોળમાં પણ દબાણ આગળ વધતું જોવા મળ્યું, પણ મસાલા પેકમાં ધાણામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે તો હળદરમાં લગભગ એક ટકાનું દબાણ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2023 5:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.