સોનામાં દબાણ ઓછું થતા અંતે લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો છે. ઉલ્લેખનિય છે કે શુક્રવારે 2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો, ગત સપ્તાહે સોનાની કિંમતો 3 ટકા તૂટી, 7 મહિનામાં સોનાએ સૌથી ખરાબ સપ્તાહ બતાવ્યું અને ત્યાર બાદ આ શાર્પ ફોલ પછી કોમેક્સ પર નીચલા લેવલથી ખરીદારી આવતી જોવા મળી.
તો સોનાના પગલે ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો પરંતુ કોમેક્સ પર ભાવ 23 ડૉલરની નીચે યથાવત્ છે તો સ્થાનિક બજારમાં પણ ભાવ 68000ની નીચે જોવા મળ્યો. શુક્રવારે ચાંદીની કિંમતો પણ 5% સુધી તૂટી 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી હતી.
ક્રૂડમાં પણ રિકવરી સાથેનો કારોબાર દેખાઇ રહ્યો છે. સ્થાનિક બજારમાં પા ટકાથી વધારેની પોઝિટિવિટી જોવા મળી રહી છે. તો બ્રેન્ટ અને NYMEXમાં દોઢ ટકાથી વધારેની તેજી જોવા મળી.
વૈશ્વિક બજારમાં ભાવ 2 વર્ષના નીચલા સ્તરની પાસે પહોંચ્યા, એક સપ્તાહમાં લગભગ 21 ટકાનો જોવા મળ્યો ઘટાડો, સ્થાનિક બજારમાં પણ દબાણ બાદ નીચલા સ્તરેથી ખરીદારી આવતા કિંમતો 202ની નજીક જોવા મળી.
LME પર બેઝમેટલ્સમાં દબાણ, વાત કરીએ સ્થનિક બજારની તો કોપરમાં કિંમતો 3 સપ્તાહના નીચલા સ્તરની પાસે. ગયા સપ્તાહમાં કોપર 7 ટકા ઘટ્યુ હતું. તો એલ્યુમિનિયમ અને ઝિંકમાં દોઢ ટકા સુધીનો ઘટાડો છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ, તો આજે એગ્રીમાં ચારેતરફ દબાણ જોવા મળી રહ્યું છે. વાત કરીએ મસાલા પેકની તો ઘાણામાં લગભગ 4 ટકા તો જીરુમાં સાડા ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હળદરમાં પણ લગભગ એક ટકાનું દબાણ. તો ગુવાર પેકમાં પણ વેચવાલી સાથેનો કારોબાર દેખાઇ રહ્યો છે.