બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપર અને એલ્યુમિનિયમમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર રહ્યો, એલ્યુમિનિયમ, નિકલ અને લેડ સિવાય તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે નબળા ડૉલવરનો સપોર્ટ મળતા LME પર કોપર અને એલ્યુમિનિયમની કિંમતો વધતી દેખાઈ રહી છે.


નબળા વૈશ્વિક અર્થતંત્ર અને સતત ત્રીજા સપ્તાહે USની ઓઈલ ઇન્વેન્ટરીઝમાં વધારાના કારણે કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં ભાવ એક ટકા તૂટ્યા, તો બ્રેન્ટમાં 58 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. US ક્રૂડની ઇન્વેન્ટરીઝ 3.1 મિલિયન બેરલથી વધી, જેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.


નેચરલ ગેસમાં અડધા ટકાનો ઘટાડો આવતા એમસીએક્સ પર ભાવ 162ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, શોર્ટ કવરિંગના કારણે ઘાણાની કિંમતોમાં તેજી જોવા મળી, ઓક્ટોબર વાયદામાં કિંમતો 1.5 ટકા વધતી દેખાઈ, તો મસાલા પેકમાં તહેવારની સિઝનમાં મજબૂત માગના કારણે એલચીની કિંમતોમાં 4 ટકાની અપર સર્કિટ લાગતી દેખાઈ, એમસીએક્સ પર ઓક્ટોબર વાયદામાં 3,227 રૂપિયાની ઉપર કારોબાર નોંધાયો,


જ્યારે સ્પોટ માર્કેટમાં નરમાશના કારણે જીરાની કિંમતો પર દબાણ રહેતા ઓક્ટોબર વાયદામાં 0.4 ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. તો ચણામાં શોર્ટ કવરિંગનો સપોર્ટ મળતા કિંમતોમાં દોઢ ટકાનો વધારો નોંધાયો, પણ સોયાબીનમાં વેચવાલી યથાવત્ રહેતી દેખાઈ રહી છે.