બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપર અને એલ્યુમિનિયમમાં મજબૂતી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડના તણાવ ફરી વધવાના કારણે સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર રહ્યો, નિકલ સિવાય તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી રહી છે, તો LME પર નિકલના સ્ટોકમાં સતત ઘટાડો રહેતા કિંમતોમાં દબાણ રહ્યું, જ્યારે વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમમાં હલ્કી મજબૂતી જોવા મળી રહી છે.


શરૂઆતી નરમાશ બાદ કાચા તેલની કિંમતોમાં રિકવરી જોવા મળી, સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી રહી, તો બ્રેન્ટના ભાવ સાડા 58 ડૉલરની ઉપર જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં પાછલા સપ્તાહે USમાં ઇન્વેન્ટરીઝ 41 લાખ બેરલ વધી અને હવે 1.22 કરોડ બેરલના રેકોર્ડ ઉત્પાદનનું અનુમાન બની રહ્યું છે, જેના કારણે કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું.


નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી આવતા એમસીએક્સ પર ભાવ 164ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં સારી વાવણીની આશંકાના કારણે જીરાની કિંમતોમાં દબાણ રહેતા ભાવ લગભગ 3 સપ્તાહના નીચલા સ્તરે રહ્યા, તો ઉત્તર ભારતમાં કૉટનની આવક વધવાથી કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.


મોટી બજારોમાં કૉટનની કિંમતો MSPથી 15 ટકાથી નીચે પહોંચી ગઈ છે, પણ સરકારે હજુ MSP પર ખરીદી શરૂ નથી કરી, તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં વ્હાઇટ ફાઇલના કારણે કૉટનનો પાક ખરાબ થવાના સમાચાર મળી રહ્યા છે. તો સાથે જ એરંડામાં એક ટકાની નરમાશ દેખાઈ રહી છે.