બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપર અને એલ્યુમિનિયમમમાં મજબૂતી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 17:59  |  સ્ત્રોત : CNBC-Bajar

ચાઈનાના મજબૂત PMI આંકડાઓના કારણે LME પર તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર નોંધાયો, નવેમ્બરમાં ચાઈનાના મેન્યુફેક્ચરિંગ PMI 50.2 પર રહ્યા, LME પર કોપરમાં 0.6 ટકા, લેડમાં 0.3 ટકા તો એલ્યુમિનિયમમમાં 0.2 ટકાનો વધારો જોવા મળ્યો, જોકે સ્થાનિક બજાર તરફથી મિશ્ર સંકેતો મળતા દેખાઈ રહ્યા છે.


ચાઈનાના આંકડા અને ઉત્પાદન કાપ યથાવત્ રેહવાના અનુમાન પર કાચા તેલની કિંમતોમાં રિકવરી જોવા મળી રહી છે, સ્થાનિક બાજરમાં કિંમતો એક ટકા વધી, પણ બ્રેન્ટમાં 62 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ચાઈનાના PMI આંકડા અનુમાન કરતા સારા રહ્યા હોવાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.


નેચરલ ગેસમાં એક ટકાની તેજી આવતા એમસીએક્સ પર ભાવ 169ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, શરૂઆતી તેજી વધતા વાયદામાં ચણાની કિંમત લગભગ એક ટકા વધી, પણ એરંડામાં ઘટાડો યથાવત્ જોવા મળ્યો, તો મસાલા પેકમાં ધાણામાં અડધા ટકાની નરમાશ રહી, હળદરમાં પણ નરમાશ છે, પણ રાઈમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. પણ નવા પાકની આવક વધતા કપાસીયા ખોળમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો, સાથે જ ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી રહી છે.