બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ટૉક થવાના અનુમાન પર વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોમાં રિકવરી જોવા મળી, શંઘાઈ એક્સચેન્જ પર લેડના ભાવ 2 મહિનાના ઉપલા સ્તરે રહ્યા, તો LME પર ઝીંકની કિંમતોમાં લગભગ 10 મહિનાના નીચલા સ્તરેથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે મજબૂત રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


મિડલ ઇસ્ટમાં તણાવ વધવાના કારણે કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા વધ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 67 ડૉલરના સ્તરની ઉપર જોવા મળી રહી છે, તો WTI ક્રૂડમાં 60 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, વાસ્તવમાં USમાં સતત ચોથા સપ્તાહે ઓઈલ ઇન્વેન્ટરીઝમાં ઘટાડો આવતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.


નેચરલ ગેસમાં રિકવરી આવતા એમસીએક્સ પર ભાવ 169ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ગઇકાલના ઘટાડા બાદ આજે એરંડાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યારે ચણાની કિંમતોમાં દબાણ વધતા વાયદામાં ભાવ લગભગ એક ટકા તૂટતા દેખાયા. તો મસાલા પેકમાં રાઇમાં અડધા ટકાનો વધારો રહ્યો, જ્યારે હળદર, ધાણા અને જીરામાં નાની રેન્જમાં કારોબાર થઇ રહ્યો છે. સાથે જ ખાદ્ય તેલમાં તેજીના કારણે સોયાબીનની કિંમતોમાં પણ રિકવરી જોવા મળી. ક્રૂડમાં ઉછાળાને કારણે ગુવાર પેકમાં પણ સારી રિકવરી દેખાઇ રહી છે.