બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટ્લ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, એક તરફ વૈશ્વિક બજારમાં લેડની કિંમત 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ, નિકલમાં પણ 16 મહિનાના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો, પણ સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં મળતા સમાચાર મુજબ ઇન્ડોનેશિયા ખનિજ ઓરની નિકસ પર પ્રતિબંધ લગાવી શકે છે, જેના કારણે મેટલ્સની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.


સપ્લાય પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો વચ્ચે માગ ઘટવાના અનુમાનથી કાચા તેલની કિંમતો પર દબાણ બન્યું, સ્થાનિક બજારમાં ઘણી નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 58 ડૉલરના સ્તરની પાસે રહી, તો સાથે જ સાઉદી અરામકો તેના આઈપીઓને જલ્દી લોન્ચ કરી શકે છે.


નેચરલ ગેસમાં શરૂઆતી રિકવરી યથાવત્ રહેતા એમસીએક્સ પર ભાવ 150ના સ્તરની આસપાસ દેખાઈ રહી છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં એક તરફ એલચીની કિંમતોમાં 3 ટકાની તેજી રહી, પણ ધાણા અને જીરામાં દબાણ વધતા વાયદામાં ભાવ 2 ટકા તૂટતા જોવા મળ્યા, સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી રહી છે. સાથે જ ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબિનની કિંમતોમાં રિકવરી રહી, પણ એરંડામાં અડધા ટકાની નરમાશ રહી, જ્યારે ચણાની કિંમતોને હલ્કો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.