બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 17:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સમાં પણ આજે વોલટાઈલ કારોબાર જોવા મળ્યો છે. સવારે દબાણ સાથે શરૂ થયા બાદ એલ્યુમિનિયમમાં પા ટકા સુધીની તેજી જોવા મળી છે. પરંતુ કોપરમાં દબાણ યથાવત છે. ચીનમાં કોપરની આયાત ઘટવાના સમાચાર છે. સાથે જ નિકલમાં સવારે એક ટકા કરતા વધુનું દબાણ હતું જે હાલમાં પા ટકા જેટલું છે એટલે કે સારી એવી રિકવરી ત્યાં પણ જોવા મળી છે. તો લેડ અને ઝિંકમા પણ આજે રિકવરી જોવા મળી છે.


કાચા તેલની કિંમતોમાં આજે સતત ચોથા દિવસે પણ તેજી સાથેનો કારોબાર છે. આજે પણ બ્રેન્ટ સતત 62 ડોલરની ઉપર કારોબાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સાઉદી OPECના નવા ઉર્જા મંત્રી આવતાની સાથે જૂની નીતિઓ ચાલુ રાખવાની વાત કરી છે.


એટલે કે આવતા સમયમાં સપ્લાયમાં કાપ મૂકવામાં આવી શકે છે જેના કારણે કિંમતોને ટેકો મળ્યો છે. તો બીજી તરફ અમેરિકાની સાપ્તાહીક ઈન્વેન્ટરીમાં પણ ઘટાડો નોંધાયો છે તેની પણ અસર જોવા મળી છે.


નેચરલ ગેસમાં સવા ટકા જેટલી તેજી. તો હવે અહી શું ઔબ્ઝર્વ કરવું જોઇએ.


સ્થાનિક બજારમાં કૉટનની કિંમતો પર દબાણ જોવા મળ્યું. એક બાજુ સપ્લાય વધી રહી છે અને બીજી બાજુ એક્સપોર્ટમાં ડિંમાડ ઓછી હોવાને કારણે કૉટનની કિંમતોમાં નરમાશ જોવા મળી. આ વર્ષે દેશમાં કૉટનનો પાક સાડા 6 ટકા વધ્યો. જેથી ઉત્પાદન વધીને 3 કરોડ 70 લાખ ગાંસડી આશા છે.


આજે કપાસિયા ખોળમાં અઢી ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તો બીજી તરફ સોયાબિનમાં પણ અડધા ટકા કરતા વધુની તેજી છે. પરંતુ અહીં ઉલ્લેખનીય વાત છે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં સોયાબિનમાં સવા કરતા વધુની તેજી જોવા મળી છે. મસાલા પેકમાં ધાણા અને હળદરમાં આજે ઘટડો નોંધાયો છે. ગુવાર ગમ અને ગુવાર સીડ અને સાથે જ એરંડામાં પણ ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.