બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સમાં દબાણનો માહોલ જોવા મળી રહ્યો છે એલ્યુમિનિયમમાં અડધા ટકા જેટલું દબાણ છે તો કોપરમાં અંદાજે એક ટકાની મંદી દેખાઇ રહી છે ત્યારે નિકલમાં દોઢ ટકાથી વધુનું દબાણ દેખાઇ રહ્યું છે ઝીંકમાં પા ટકાની તો લેડમાં દોઢ ટકા સુધીની વેચવાલી હાવી જોવા મળી રહી છે.


આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં નરમાશ જોવા મળી હતી તેને લીધે સ્થાનિક બજારમાં પણ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.


નેચરલ ગેસમાં પણ દબાણનો માહોલ જોવા મળી રહ્યો છે..


વાત કરીએ એગ્રી કોમોડિટીની તો ખાંડનું બજાર ફરી સરકારના હાથમાં જઇ શકે છે. જોકે સરકાર ફરીથી કોટા સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. કિંમતોમાં આવેલા મોટા ઘટાડાને લીધે સાકર મિલનો લાગત ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. એવામાં મિલ માલિકો શેરડીના ખેડૂતોના ખર્ચને લઇને સરકાર પાસે વારે વારે રાહતની માંગણી કરી રહી છે. ત્યારે અમને સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે મિલ માલિકોની માંગણી પર સરકાર વિચારણા કરી રહી છે.


મળતી માહિતી મુજબ સરકાર સાકરના વેચાણ પર સીમા મૂકવાની તૈયારી કરી રહી છે. જે હેઠળ નક્કી કરેલી માત્રામાં જ ખાંડનું વેચાણ સંભવ બનશે. કદાચ ફેબ્રુઆરી માસના ઉત્પાદનની 86 ટકા ખાંડને રોકાવા માટે પણ મંજૂરી મળી શકે છે. એટલે કે આ મહિનાના સ્ટોકને આગામી મહિના સુધી રોકવામાં આવી શકે છે.


મોનાર્ક નેટવર્થ કેપિટલની સલાહ


એલ્યુમિનિયમ (ફેબ્રુઆરી વાયદા): વેચો - 139.5, સ્ટૉપલોસ - 141.2, લક્ષ્યાંક - 136.1


ઝિંક (ફેબ્રુઆરી વાયદા): વેચો - 220, સ્ટૉપલોસ - 223.8, લક્ષ્યાંક - 214


સોયા ઓઇલ (ફેબ્રુઆરી વાયદા): ખરીદો - 738, લક્ષ્યાંક - 745, સ્ટૉપલોસ - 734


ગુવાર સીડ (ફેબ્રુઆરી વાયદા): ખરીદો - 4370, લક્ષ્યાંક - 4450, સ્ટૉપલોસ - 4330


કોટન (ફેબ્રુઆરી વાયદા): ખરીદો - 20100, લક્ષ્યાંક - 20500, સ્ટૉપલોસ - 19900