બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં નરમાશ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 23, 2018 પર 17:59  |  સ્ત્રોત : CNBC-Bajar

એલએમઈ પર કોપરની કિંમત લગભગ અડધા ટકા ઘટી ગઈ છે. લેડમાં ત્રણ મહિનાના ઉપરી સ્તરેથી લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં અડધા ટકાની નરમાશ જોવા મળી રહી છે.


બ્રેન્ટમાં 80 ડૉલર પર પહોંચ્યા બાદ દબાણ જોવા મળી રહ્યું છે, હાવ બ્રેન્ટ 79 ડૉલરની નીચે, તો WTI ક્રૂડમાં અડધા ટકાના ઘટાડા સાથે કિંમત 72 ડૉરની નીચે જોવા મળી રહી છે. OPECએ જૂનથી કાચા તેલનું ઉત્પાદન વધવાના સંકેતો આપ્યા છે. તો ઈરાન પર પ્રતિબંધ અને વેનેઝુએલાનું ઉત્પાદન ઘટવાથી ક્રૂડ ઓઈલ ઘણું મોંઘુ થઈ ગયું છે. જોકે સ્થાનિક બજારમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


સ્થાનિક બજારમાં નેચરસ ગેસમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડા અને ચણામાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે મસાલા પેકમાં જીરા અને રાઈમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે, જ્યારે હળદરમાં નરમાસ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં નરમાશ જોવા મળી રહી છે. જ્યારે રૂપિયામાં નરમાશ હોવા છતા ગુવારમાં વેચવાલી હાવી થતી દેખાઈ રહી છે. ગુવારસીડથી વધારે નરમાશ ગુવારગમમાં જોવા મળી રહી છે.