બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 17:51  |  સ્ત્રોત : CNBC-Bajar

US-ચાઈના વચ્ચે ફેઝ 1ની ડીલ જલ્દી થવાના સમાચાર અને US ડૉલરમાં મજબૂતીના કારણે LME પર તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


કાચા તેલમાં શરૂઆતી નરમાશ ઓછી થઈ પણ સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા તૂટ્યા, તો વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 62 ડૉલરની ઉપર જોવા મળી, જ્યારે WTI ક્રૂડમાં સાડા 56 ડૉલરની ઉપર કારોબાર નોંધાઈ રહ્યો છે.


નેચરલ ગેસમાં તેજી આવતા એમસીએક્સ પર ભાવ 205ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


કપાસના એપ્રિલ વાયદાની કિંમત વધીને 1,115 રૂપિયા સુધી વધતી દેખાઈ શકે છે, મિલો દ્વારા માગ અને પાકને નુકસાનની ચિંતાના કારણે દક્ષિણ અને મધ્ય ભારતના પ્રમુખ બજારોમાં કપાસની કિંમતોમાં તેજી સાથે સ્થિરતા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે પાકની આવક 15 દિવસ મોડી થઈ શકે,


રાજ્યમાં 43 લાખ હેક્ટરમાંથી કુલ 19 લાખ હેક્ટરના પાકના નુકસાનના સમાચાર મળ્યા છે, આની વચ્ચે ઇમ્પોર્ટેડ કપાસની કિંમતો 38,000 રૂપિયા પ્રતિ કેન્ડી, જ્યારે સ્થાનિક કપાસની કિંમતો 42,500 રૂપિયા પ્રતિ કેન્ડી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર ડૉલરમાં મજબૂતીના કારણે ICEમાં કૉટનની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ISMAએ 2019-20ના શુગર આઉટપુટના અનુમાનમાં 4 ટકાનો ઘટાડો કર્યો, જેથી કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, તો મસાલા પેકમાં એલચી સિવાય તમામમાં દબાણ રહ્યું, નફાવસુલીના કારણે ધાણાની કિંમતો પર ઉપલા સ્તરેથી ઘટાડો રહ્યો, તો વધુ માગ અને ઓછા સ્ટોકના કારણે મેન્થા ઓઈલમાં મજબૂતી જોવા મળી.