બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કોપરમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી તેજી પર બ્રેક લાગતા સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં લગભગ અડધા ટકાનો ઘટાડો નોંધાયો, લેડ અને ઝીંકની કિંમતોમાં સૌથી વધારે નરમાશ જોવા મળી રહી છે. તો સાથે જ વૈશ્વિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.


કાચા તેલમાં ગઈકાલના ઘટાડા બાદ આજે સારી રિકવરી જોવા મળી, અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવા અને ઓછી માગના અનુમાનથી ગઈકાલે 7 મહિનાના નીચલા સ્તર પર કારોબાર નોંધાયો હતો. બ્રેન્ટની કિંમત 55 ડૉલર સુધી પહોંચતી જોવા મળી હતી, જોકે આજે 2 ટકાનો વધારો થયો, સાથે જ આ મહિને કાચા તેલમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો, અને આ વર્ષના ઉપલા સ્તરેથી લગભગ 25 ટકાની નરમાશ જોવા મળી ચુકી છે.


નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી આવતા એમસીએક્સ પર ભાવ 150ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળ્યા.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ગુવારમાં આજે તેજી જોવા મળતા વાયદામાં કિંમતોમાં લગભગ દોઢ ટકાનો વધારો જોવા મળ્યો, તો ગુવાર ગમમાં પણ છ મહિનાના નીચેના સ્તરેથી લગભગ દોઢ ટકાની રિકવરી નોંધાઈ.


તો બીજી બાજુ કોટનમાં દોઢ વર્ષના નીચલા સ્તરેથી ખરીદારી જોવા મળતા વાયદામાં કિંમત એક ટકા વધી અને હાલ 20 હજારની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. પણ કપાસીયા ખોળમાં દબાણ રહેતા વાયદામાં કિંમત 2 ટકા તૂટતી દેખાઈ રહી છે. જ્યારે મસાલા પેકમાં ધાણા અને હળદરની કિંમતોમાં અડધા ટકાનો વધારો જોવા મળ્યો.