બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: કાચા તેલમાં તેજી સાથેનો કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:55  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સની વાત કરીએ તો, બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે, નિકલમાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે, તો શંઘાઈમાં એલ્યુમિનિયમ 1 ટકાથી વધારે વધી ગયું છે, તો કોપરમાં પા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.


કાચા તેલ પર નજર કરીએ તો, કાચા તેલમાં ફરી તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, બ્રેન્ટ 70 ડૉલરના સ્તરે પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પોણા એક ટકાની તેજી દેખાઈ રહી છે. માગ વધવાથી અને અમેરિકામાં સ્ટોક ઘટવાથી સપોર્ટ મળી રહ્યો છે.


નેચર ગેસની વાત કરીએ તો, સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, કાચા તેલમાં તેજી હોવા છતા ગુવારમાં નરમાશ દેખાઈ રહી છે, શેર્ટકવરિંગથી ચણામાં તેજી દેખાઈ રહી છે, એનસીડીઈએક્સમાં કિંમત 2 ટકાથી વધારે ઉછળી ગઈ છે, પણ સોયાબીનમાં નફાવસુલીના કારણે દબાણ દેખાઈ રહ્યું છે, તો ગુવારમાં ઉપરી સ્તર પર નફાવસુલીનું દબાણ દેખાઈ રહ્યું છે, એનસીડીઈએક્સ પર કિંમત 2 ટકાથી વધારે તૂટી ગઈ છે, તો વેયરહાઉઝમાં સ્ટોક ઘટવાથી મેન્થા ઓઈલમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. એમસીએક્સ પર મેન્થા ઓઈલની કિંમત 2 ટકાથી વધારે વધી છે. સાથે કપાસ અને કપાસીયા ખોળમાં તેજી જોવા મળી રહી છે.