એમસીએક્સ પર સોનાએ આજે નવા રેકોર્ડ સ્તર બનાવ્યા છે. સોનામાં સ્થાનિક બજારમાં આજે ખરીદી જોવા મળી છે. આ સાથે જ કોમેક્સ પર સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ એમસીએક્સ પર લીલા નિશાનમાં કારોબાર છે. આજે સોનાએ 56562ના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા છે.
એમસીએક્સ પર સોનાએ આજે નવા રેકોર્ડ સ્તર બનાવ્યા છે. સોનામાં સ્થાનિક બજારમાં આજે ખરીદી જોવા મળી છે. આ સાથે જ કોમેક્સ પર સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ એમસીએક્સ પર લીલા નિશાનમાં કારોબાર છે. આજે સોનાએ 56562ના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા છે.
ચાંદીમાં પણ આજે ઉછાળો છે. એમસીએક્સ પર અડધા ટકાનો ઉછાળો આજે ચાંદીમાં જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સના ઘટાડાનો ફાયદો જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહે 8 ટકાના ઉછાળો આવ્યો બાદ આજે ક્રૂડમાં સવારે નફાવસૂલી જોવા મળી હતી. ક્રૂડના ભાવ હજુ પણ 85 ડોલરને પાર છે. ચીનમાં માગ વધવાને કારણે આ ઉછાળો આવ્યો છે. જોકે હવે બજારની નજર ફેબ્રુઆરીમાં મળનારી OPECની બેઠક છે જેના પર માર્કેટની સ્થિતિ અંગે ચર્ચા થવાની છે.
નેચરલ ગેસમાં આજે સામાન્ય તેજી છે. આજે અહી દિવસના ઉચ્ચત્તમ સ્તરેથી ઘટાડો આવ્યો છે.
LME પર કોપરે સાત મહિનાના ઉપલા સ્તર બનાવ્યા બાદ ઘટાડો આવ્યો છે જેના પગલે આજે એમસીએક્સ પર પણ દબાણ છે. આજે એલ્યુમિનિયમ, લેડ અને ઝિંકમાં પણ તેજી છે.
આજે મસાલા પેકમાં મિશ્ર કારોબાર છે. ધાણામાં સારા પાકની આશાએ જે ઘટાડો ચાલતો હોત તે આજે પણ યથાવત્ છે અને જીરામાં નફાવસૂલી જોવા મળી છે. જીરામાં આજે 3 ટકાથી વધુનો ઘટાડો છે. ધાણામાં એપ્રિલ કોન્ટ્રાક્ટમાં સામાન્ય ઘટાડો છે. એરંડામાં પણ આજે દબાણ છે. હળદરમાં આજે સારી માગની આશાએ તેજી છે. મસાલા ઉત્પાદકો પાસેથી સારી માગ આવતા આજે સામાન્ય ઉછાળો છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કોટનના ઉત્પાદનનું અનુમાન ઘટાડતા આજે કપાસિયા ખોળમાં તેજી જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.