બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી બજાર: તમામ મેટલ્સમાં અડધા ટકાનો ઘટાડો

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં નબળા ડૉલરના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, જ્યારે સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાની અસર રહેતા ભાવમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતોમાં નાની રેન્જમાં કારોબાર થતો દેખાયો, જ્યારે વૈશ્વિક બજારમાં ભાવ 17 ડૉલરની પાસે જોવા મળી રહ્યા છે.

સ્થાનિક બજારમાં કોપર સિવાય તમામ મેટલ્સમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે..તો બ્રેક્ટિક ડીલના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં તેજી દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં કાચા તેલમાં શરૂઆતી નરમાશ યથાવત્ રહી, કિંમતો પર એક ટકાનો ઘટાડો રહ્યો, જ્યારે બ્રેન્ટમાં 59 ડૉલરની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવાથી કિંમતો પર દબાણ બની રહ્યું છે.

નેચરલ ગેસમાં રિકવરી રહેતા MCX પર ભાવ 166ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં ધાણા અને હળદરમાં એક ટકાની તેજી રહી, સાથે જ સોયા ઓઈલ અને સોયાબીનમાં પણ શરૂઆતી મજબૂતી નોંધાઈ, પણ ગુવાર પેકમાં મિશ્ર કારોબાર થતો જોવા મળ્યો, જ્યારે કપાસીયા ખોળમાં લગભગ 3 ટકાની તેજી રહી, એરંડામાં અડધા ટકાની મજબૂતી નોંધાઈ, પણ ચણામાં લગભગ એક ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.