બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: સોના-ચાંદીની માંગમાં વધારો

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

આ અઠવાડિયું નોન એગ્રી કૉમોડિટી માટે એક્શન ભર્યું રહ્યું, એક તરફ સાઉદી અરબના ઓઈલ ફિલ્ડ પર હુમલાના કારણે ક્રૂડમાં ઉછાળો નોંધાયો, તો વેશ્વિક પરિબળો અને ફેડના નિર્ણય બાદ સોના-ચાંદીની કિંમતોમાં સ્થિરતા જોવા મળી, હવે આવી પરિસ્થિતીમાં વર્ષના અંત સુધી કૉમોડિટીની ચાલ કેવી રહેશે તેની નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ. આગળ જાણકારી લઇશું કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ભાવિક પટેલ પાસેથી.


ક્રૂડની કિંમતોની અસર જોવા મળી છે. US યીલ્ડમાં ઘટાડાના અનુમાન પર ડૉલરનો આધાર છે. US-ચાઈના ટ્રેડ ટૉકની અસર જોવા મળી છે. રૂપિયામાં 70.50ની નીચેના સ્તર જોવા મળી શકે છે. વધતા ક્રૂડથી રૂપિયા પર દબાણ છે.


કિંમતો સાઉદી અરબના ઉત્પાદન પર આધારીત છે. મિડલ ઈસ્ટમાં તણાવથી કિંમતોને સપોર્ટ છે. ટેક્સાસમાં ઇમલ્ડા તોફાનની ચિંતાના કારણે તેજી બની છે. બ્રેન્ટમાં $60-69ના સ્તર જોવા મળી શકે છે. બ્રેન્ટ ઇન્ટ્રાડેમાં 20 ટકા ઉછળ્યું આલ્યો છે. ઓઈલ ફીલ્ડ પર હુમલાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. સાઉદી અરબે બંધ કર્યું 57 લાખ બેરલનું ઉત્પાદન થયો છે. હુમલાથી દુનિયાના કુલ ઉત્પાદનના 5 ટકા પર અસર જોવા મળી છે.


સાઉદી અરામકોએ 57 લાખ બેરલનું ઉત્પાદન બંધ કર્યું છે. દુનિયાના કુલ ઉત્પાદનનું 5 ટકા ઉત્પાદન રોકાયું છે. સાઉદી ઓયલફીલ્ડ પર હુમલાની સપ્લાય પર અસર છે.


ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ઉપભોક્તા છે. સાઉદી અરામકો ભારતનું બીજુ સૌથી મોટું સપ્લાયર છે. $1ની તેજીથી ઈમ્પોર્ટ બિલ 10700 કરોડ/વર્ષથી વધશે. નાણાકિય વર્ષ 2018-19માં ભારતનું ક્રૂડ ઇમ્પોર્ટ $111.9 બિલિયનનું હતું.


સપ્લાય હોવા છતા 3-4 mbpdનો ઘટાડો જોવા મળી શકે છે. ક્રૂડનું સ્તર $70/bblની ઉપર જઈ શકે છે.


આ સપ્તાહે કિંમતો $4/bblથી વધી શકે છે. સાઉદી અરબ હજુ પણ ક્રૂડનો સ્ટોક વધારી શકે છે.


SPDR ગોલ્ડ હોલ્ડિંગ 5.86 ટનથી વધી શકે છે. SPDR હોલ્ડિંગ વધવાથી સોનામાં રોકાણ વધવાના સંકેતો મળશે.


ટ્રેડ વૉર વધવાનો ભય છે. USમાં વ્યાજ દરમાં કાપ છે. વૈશ્વિક ગ્રોથમાં સુસ્તીની આશંકા છે. સેન્ટ્રલ બેન્કોની ખરીદદારી છે. રૂપિયામાં નરમાશ જોવા મળ્યો છે.


લિક્વિડિટી ઓછી હોવાથી સોનાની માંગ નબળી છે. જીએસટીના કારણે જ્વેલર્સના વર્કિંગ કેપિટલ ફસાયા છે. સોનાની તેજીના કારણે ખરીદદારી ઓછી. ભારે ડિસ્કાઉન્ટ બાદ પણ વેચાણ નબળું છે. પાછલા વર્ષથી માંગ 50 ટકા ઓછી રહેવાના અનુમાન રહ્યો છે.


સોનાની હાજર માંગમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટમાં સોનાનો ઇમ્પોર્ટ 70 ટકા ઘટ્યો છે. સ્ક્રેપ ગોલ્ડની સપ્લાય 30 ટકા વધી છે.


ભૌગોલિક અને અર્થતંત્રની ચિંતાઓથી સોનામાં તેજી છે. ટ્રેડ તણાવથી સોનાની કિંમતોને સપોર્ટ છે. ઓઈલફિલ્ડ પર હુમલાની પણ અસર જોવા મળી છે. વૈશ્વિક પરિબળોના કારણે સોના-ચાંદીની માંગ વધી છે.