બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: લેડમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકામાં દરો વધવાની સંભાવનાથી મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફેડરલ રિઝર્વ દરોમાં પોણા ટકાનો વધારો કરી શકે છે. શંઘાઈમાં એલ્યુમિનિયમ અને ઝીંક 1 ટકાથી વધારે તૂટી ગયા છે, તો કોપરમાં પોણા એક ટકાની નરમાશ જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


કાચા તેલમાં આજે નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, બ્રેન્ટમાં પોણા ટકાની નરમાશ સાથે 76 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે, તો WTI ક્રૂડમાં 67 ડૉલરની નીચે કિંમતો જોવા મળી રહી છે. અમેરિકામાં વધતા ઉત્પાદન અને OPECની સપ્લાઈ વધવાની આશંકાથી કાચા તેલ પર દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક બજારમાં કાચા તેલમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


સ્થાનિક બજારમાં નેચરસ ગેસમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.


એગ્રી કૉમોડિટીમાં આજે, નીચલા સ્તરેથી ખરીદદારીથી આજે ચણામાં તેજી જોવા મળી રહી છે. હાજરમાં માગ અને મોડા ચોમાસાની આશંકાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જ્યારે મસાલા પેકમાં વધુ એક્શન જોવા મળી રહી છે, ઓછી સપ્લાઈ અને સારી માગના કારણે એલચીમાં 2 ટકાથી વધારેની તેજી દેખાઈ રહી છે, તો ઓછી આવકના કારણે હળદરમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. USDAએ ભારતનું ઉત્પાદન અનુમાન ઘટાડવાથી આજે કપાસ અને કપાસીયા ખોળમાં તેજી જોવા મળી રહી છે. કપાસમાં વધારે તેજી છે, તો કપાસીયા ખોળમાં એક ટકાથી વધારેની તેજી દેખાઈ રહી છે.


મોનાર્ક નેટવર્થ કેપિટલની સલાહ


સોનું (ઓગસ્ટ વાયદા): વેચા - 31200.00, સ્ટૉપલસો - 31520, લક્ષ્યાંક - 30850


કોપર (જૂન વાયદા): વેચા - 487.00, સ્ટૉપલસો - 494, લક્ષ્યાંક - 478


નિકલ (જૂન વાયદા): વેચા - 1035, સ્ટૉપલસો - 1050, લક્ષ્યાંક - 1016


લેડ (જૂન વાયદા): વેચા - 168.00, સ્ટૉપલસો - 170.5, લક્ષ્યાંક - 165


એલ્યુમિનિયમ (જૂન વાયદા): વેચા - 156.50, સ્ટૉપલસો - 159, લક્ષ્યાંક - 153.10


ક્રૂડ ઓઈલ (જૂન વાયદા): વેચા - 4500, સ્ટૉપલસો - 4580, લક્ષ્યાંક - 4400


નેચરલ ગેસ (જૂન વાયદા): ખરીદો - 196, સ્ટૉપલસો - 192, લક્ષ્યાંક - 202


એરંડા (જુલાઈ વાયદા): વેચા - 4000, સ્ટૉપલસો - 4041, લક્ષ્યાંક - 3940


રાઈ (જુલાઈ વાયદા): વેચા - 4060, સ્ટૉપલસો - 4110, લક્ષ્યાંક - 3990