બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: બેઝ મેટલ્સમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ વૉરને લઈ મિશ્ર સંકેતોના કારણે LME પર બેઝ મેટલ્સની કિંમતોમાં દબાણ જોવા મળ્યું, ગત સપ્તાહે US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તે ચાઈનીઝ વસ્તુઓ પરની ટેરિફને પરત નહી ખેંચે. આ નિવેદન બાદ LME પર એલ્યુમિનિયમની કિંમત 0.2 ટકા, કોપરની કિંમત 0.3 ટકા તો નિકલની કિંમતોમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો, સાથે જ સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ દેખાઈ રહ્યું છે.


US-ચાઈના વચ્ચેની ડીલ પર અનિશ્ચિતતાના કારણે કાચા તેલની કિંમતોમાં દબાણ જોવા મળ્યું, સ્થાનિક બજારમાં લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 62 ડૉલરની નીચે જોવા મળી રહી છે. વાસ્તવમાં USમાં ત્રીજા સપ્તાહે ઓઈલ રીગમાં ઘટાડો નોંધાયો તેમ છતાં પણ કિંમતોને સપોર્ટ નથી મળી રહ્યો.


નેચરલ ગેસમાં 4 ટકાનો ઘટાડો આવતા એમસીએક્સ પર ભાવ 192ના સ્તરની આસપાસ જોવા મળ્યા.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં શરૂઆતી નરમાશ યથાવત્ છે, પણ ચણામાં ફ્લેટ કારોબાર રહ્યો, તો મસાલા પેકમાં ધાણા અને હળદરની કિંમતોમાં એક ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે એલચીમાં 3 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. તો કપાસીયા ખોળમાં દબાણ રહ્યું, પણ ગુવાર પેકમાં હલ્કી રિકવરી રહેતી દેખાઈ, તો ખાદ્ય તેલમાં સોયા ઓઈલ અને ક્રૂડ પામ ઓઈલમાં મજબૂતી છે, પણ સોયાબીનની કિંમતોમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.