બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 18:02  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ડીલ થવાની આશાથી LME પર મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, તો સાથે જ US ડૉલરમાં નરમાશથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, ઓછી સપ્લાયના કારણે નિકલની કિંમતોમાં તેજી રહી, જ્યારે કોપરમાં 0.1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.


કાચા તેલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં શરૂઆતી નરમાશ ઓછી થતા ભાવ અડધા ટકા વધ્યા, જ્યારે બ્રેન્ટની કિંમત સાડા 62 ડૉલરની ઉપર દેખાઈ રહી છે, તો NYMEX ક્રૂડમાં સાડા 56 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, વાસ્તવમાં ટ્રેડ ટૉક થવાના સમાચારથી અને USનાં રોજગાર આંકડા સારા રહેવાથી એક તરફ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી બાજુ USમાં ઇન્વેન્ટરીઝ ઘટવાથી NYMEX પર દબાણ બની રહ્યું છે.


નેચરલ ગેસમાં રિકવરી આવતા એમસીએક્સ પર ભાવ 205ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.