બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલ અને એલ્યુમિનિયમમાં નરમાશ સાથે કાકોબાર

ના રોજ પ્રકાશિત Wed, 04, 2019 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર રહ્યો, US-ચાઈનામાં ટ્રેડ ડીલ મોડી થવાની આશંકાથી શંઘાઈમાં નિકલની કિંમત 4 મહિનાના નીચલા સ્તરે રહી, તો LME પર પણ નિકલના ભાવ 3 મહિનાના નીચલા સ્તર પર છે, સ્થાનિક બજારમાં પણ નિકલ અને એલ્યુમિનિયમમાં હલ્કી નરમાશ જોવા મળી રહી છે, જોકે ઝીંક અને લેડમાં ખરીદદારી દેખાઈ રહી છે.


OPECની બેઠક પહેલા USમાં ક્રૂડ ઇન્વેન્ટરીઝ ઘટતા કાચા તેલની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા વધ્યા, બ્રેન્ટની કિંમત 61 ડૉલરની ઉપર જોવા મળી રહી છે, તો NYMEX પર સાડા 56 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. તો આવતીકાલથી OPECની બેઠક શરૂ થશે અને તેની સાથે જ ક્રૂડ પણ શું અસર આવશે તેના પર નેટવર્કે વંદના હરી ઈનસાઈટ્સના વંદના હરી સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે OPECનો કાપ અપેક્ષિત છે. ક્રૂડના ભાવ US-અમેરિકા ટ્રેડ ડીલ પર વધુ નિર્ભર કરશે.


નેચરલ ગેસમાં દબાણ વધતા એમસીએક્સ પર 4 ટકાના ઘટાડા સાથે ભાવ 172ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યો છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં તેજી વધતા વાયાદામાં ભાવ એક ટકા વધ્યા, પણ ચણામાં દબાણ વધતું જોવા મળ્યું, તો મસાલા પેકમાં જીરામાં એક ટકા અને હળદરમાં અડધા ટકાની નરમાશ જોવા મળી, જ્યારે કપાસીયા ખોળમાં અડધા ટકાનો વધારો નોંધાયો, પણ ગુવાર પેકમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. તો ખાદ્ય તેલ અને સોયાબીનમાં પણ સારી રિકવરી દેખાઈ રહી છે.