બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલ અને કોપરમાં મજબૂતી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી નરમાશ બાદ બેઝ મેટલ્સની કિંમતોમાં રીકવરી રહી. સ્થાનિક બજારમાં નિકલ અને કોપરમાં લગભગ અડધા ટકાની મજબૂતી જોવા મળી, સાથે જ LME પર મેટલ્સની કિંમતોમા હલ્કી તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.


કાચા તેલની કિંમતોમાં રિકવરી આવતા સ્થાનિક બજારમાં ભાવ એક ટકા વધ્યા, વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત એક ટકા વધી, સાડા 62ની ઉપર કારોબાર રહ્યો. વાસ્તવમાં USમાં સાપ્તાહિક ઓઈલ ઈન્વેન્ટરીઝ વધતાં શરૂઆતી કારોબારમાં કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું હતું.


નેચરલ ગેસમાં બે ટકાનો ઘટાડો આવતા એમસીએક્સ પર ભાવ 196ના સ્તરની આસપાસ જોવા મળ્યા.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પૅકમાં માગ વધતા ધાણાની કિંમતોમાં એક ટકાનો વધારો નોંધાયો, રાઈ અને હળદરમાં પણ તેજી રહી પણ જીરાંની કિંમતોમાં એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તો ખાદ્ય તેલ સાથે સોયાબિનની કિંમતોમાં લગભગ એક ટકાનો વધારો દેખાઈ રહ્યો છે, પણ કપાસીયા ખોળ અને ગુવાર પૅકમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો. જ્યારે એરંડામાં તેજી રહી પણ ચણામાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.