બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલ અને ઝીંકમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલમાં આજે મિશ્રિત કારોબાર છે. નિકલ અને ઝીંકમાં આજે તેજી સાથેનો કારોબાર છે. જ્યારે લેડમાં સામાન્ય તેજી છે. પરંતુ સામે એલ્યુમિનિયમ અને કોપરમાં ઘટાડો નોંધાયો છે.


ક્રૂડ ઓઈલમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટના ભાવ 63 ડોલરની પાર પહોંચી ગયા છે. અમેરિકામાં ઈન્વેન્ટરી ઘટાડવાની આશાથી કિંમતને સપોર્ટ મળ્યો છે. APIના મુજબ ગયા અઠવાડિયે ક્રૂડની ઈન્વેન્ટરી 14 લાખ બેરલનો ઘટાડો આવ્યો છે. આ સિવાય ઓફેકથી સપ્લાઈ કાપ ચાલુ રાખવાની સંભાવનાના પગલે પણ ક્રૂડના ભાવને સપોર્ટ મળ્યો છે.


નેચરલ ગેસમાં દોઢ ટકાનો ઘટાડો આવ્યો છે. ભાવ 157ની નીચે આવી ગયા હતા.


હવામાન વિભાગ દ્વારા આજે અને કાલે બે દિવસ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં કાલ સુધી લગભગ 280 ટકા કરતાં પણ વધારે વરસાદ નોંધવામાં આવ્યો. આના સિવાય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવાર સુધી ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. 1 જૂન થી 10 સપ્ટેમ્બર સુધી આખા અપેક્ષા કરતાં 3 ટકા વધારે વરસાદ નોંધાયો છે.


એગ્રી કોમોડિટીની વાત કરીએ તો સોયાબીન અને ખાદ્ય તેલોમાં હવે સારી તેજી જોવા મળી રહી છે. એનસીડીઈએક્સ પર સોયાબીનના ભાવ 2 ટકાથી વધુ વધ્યા છે. ભારે વરસાદને કારણે અને પૂરને કારણે મધ્યપ્રદેશમાં સોયાબીન અને અન્ય તેલિબિયાના પાકને નુકસાનની આશંકા છે. જેનાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.


આ સિવાય રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં પાક ખરાબ થવાના આસર છે. સાથે જ કપાસિયા ખોળમાં પણ આજે 4 ટકાની તેજી જોવા મળી છે. મસાલા પેકમાં આજે ધાણા અને હળદરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જીરામાં સામાન્ય તેજી સાથેનો કોરાબાર છે પરંતુ ઓક્ટોબર અને નવેમ્બર વાયદામાં ઘટાડો આવ્યો છે.