બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલ અને ઝીંકમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 17:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સની કિંમતોમાં આજે સારી તેજી જોવા મળી, ચાઈના અને અમેરિકા વચ્ચે સુમેળની આશાથી મેટલ્સને સપોર્ટ મળતો દેખાયો, સ્થાનિક બજારમાં નિકલ અને ઝીંકમાં 1 ટકાથી વધુની તેજી રહી, તો કોપર અને લેડમાં પણ ખરીદદારી જોવા મળી રહી છે.


કાચા તેલની કિંમતો પર આજે ફરી દબાણ રહેતા બ્રેન્ટના ભાવ 58 ડૉલરની નજીક રહ્યા, તો સ્થાનિક બજારમાં કિંમતો લગભગ પોણા એક ટકા તૂટી. વાસ્તવમાં અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલને લઈ અનિશ્ચિતતાથી કાચા તેલ પર દબાણ જોવા મળી રહ્યું છે, તે સિવાય અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવાથી પણ કિંમતોમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.


નેચરલ ગેસમાં નાની રેન્જમાં કારોબાર રહેતા એમસીએક્સ પર ભાવ 159ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


સરકારે ઉત્તર ભારતમાં MSP પર કૉટનની ખરીદી શરૂ કરી દીધી છે. ખુલ્લા બજારમાં ભાવ MSPની નીચે ગયા બાદ CCIએ પંજાબ અને રાજસ્થાનના અમુક કેન્દ્રો પર ખરીદદારી કરી છે, જોકે નવા પાકમાં નરમાશનું પ્રમાણ વધારે હોવાના કારણે ખરીદદારીનું પ્રમાણ નાની રેન્જમાં રાખ્યું છે. ઉત્તર ભારતમાં કૉટનની આવક જોર પકડી રહી છે, પણ સ્થાનિક અને એક્સપોર્ટ માગ સુસ્ત હોવાના કારણે ભાવ MSPથી લગભગ 15 ટકા નીચે છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં શરૂઆતી 4 ટકાની લોઅર સર્કિટ ઓછી થતી દેખાઈ, પણ ભાવ હજુ પણ લગભગ 2 ટકા તૂટતા દેખાઈ રહ્યા છે, તો મસાલા પેકમાં ધાણા અને જીરામાં કિંમત એક ટકા વધી, પણ હળદરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ સોયાબીનની કિંમતોમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ, પણ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.