બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 18:13  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર રહ્યો, ટ્રેડ વૉર પર ચર્ચા થવાના અનુમાનથી કોપરની કિંમતોને સપોર્ટ મળ્યો, પણ સપ્લાય સુધરવાની સંભાવનાઓના કારણે નિકલમાં દબાણ જોવા મળી રહ્યું છે.


કાચા તેલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો, અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવાથી કાચા તેલની કિંમતો પર બ્રેક લાગતી દેખાઈ, અમેરિકા અને ચાઈનામાં ટ્રેડ તણાવ ઓછો થવાના કારણે ગઈકાલે બ્રેન્ટમાં 4 ટકાનો વધારો નોંધાયો હતો, જોકે આજે બ્રેન્ટ 60 ડૉલરની ઉપર ટકવાના પ્રયાસો કરતું દેખાયું.


નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી આવતા એમસીએક્સ પર ભાવ 176ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


સરકારે મલેશિયાથી થવાવાળા રિફાઇન્ડ પામ તેલના આયાત પર 5 ટકા સેફગાર્ડ ડ્યૂટી લગાવી છે. હવે RBD પામોલિન અને RBD પામ તેલ પર 45ની જગ્યાએ 50 ટકા ડ્યૂટી લાગશે. મલેશિયાથી થનાર રિફાઇન્ડ પામ તેલની વધારે આયાતના કારણે સ્થાનિક રિફાઇનર્સને નુકસાન થઈ રહ્યું હતું, જે દ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલામાં આજે મિશ્ર કારોબાર રહ્યો, જીરામાં માગ સ્થિર હોવાના કારણે ફ્લેટ કારોબાર જોવા મળ્યો, જ્યારે કાળા મરીમાં મામુલી તેજી છે, તો એલચીમાં માગ સ્થિર રહેવાના કારણે કિંમતો પર વધારે અસર જોવા નથી મળી રહી. જ્યારે એરંડામાં તેજી છે, પણ ચણામાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જ્યારે કપાસીયા ખોળમાં તેજી છે, પણ ગુવાર પેકમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળ્યો. તો ખાદ્ય તેલમાં સોયા ઓઈલ અને સોયાબિનની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.