બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 18:13  |  સ્ત્રોત : CNBC-Bajar

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર નોંધાઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં નિકલ સિવાયા તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી રહી છે. કોપર અને એલ્યુમિનિયમની કિંમતોમાં લગભગ એક ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.


કાચા તેલમાં નરમાશ વધી ગઈ છે, સ્થાનિક બજારમાં ક્રૂડની કિંમત 3800 રૂપિયાની ઘણી નીચે પહોંચી ગઈ છે. તો વૈશ્વિક બજારમાં ક્રૂડ 2 મહિનાના નીચલા સ્તર પર છે અને પાછલા સપ્તાહની નરમાશ બાદ આ સપ્તાહે પણ ક્રૂડમાં વેચવાલી હાવી થતી દેખાઈ રહી છે. તો આજે ક્રૂડ પર કેર રેટિંગની એક રિપોર્ટ જાહેર થઈ જેમા, નાણાકીય વર્ષ 2018-19ના અંત સુધીમાં સ્થાનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધુ સ્થિર થવાની ધારણા કરવામાં આવી રહી છે.


નેચરલ ગેસમાં આજે ઘટાડો વધતો દેખાઈ રહ્યો છે, આમા લગભગ 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.


બજેટમાં મોટી ઘોષણાઓ બાદ કેન્દ્ર સરકાર ખેતી અને ખેડૂતોની દશા સુધારવા માટે એક્શનમાં આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે 19-20 ફેબ્રુઆરીના રાજ્યોની મહત્વની બેઠક બોલાવી છે, શું છે આ બેઠકનો એજન્ડા, તે જણાવવા આપણી સાથે અમારા કૉમોડિટી એડિટર મનિષા ગુપ્તા જોડાઈઆ ગયા છે. જી મનિષા બેઠકમાં શું નવા પ્રસ્તાવ જોવા મળશે?


વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, મસાલા પેકમાં જીરામાં નરમાશ વધી ગઈ છે, વાયદામાં 16 હજાર રૂપિયાની નીચે જીરાના ભાવ પહોંચતા દેખાઈ રહ્યા છે. ઉત્પાદન વધવાના અનુમાનથી જીરામાં દોઢ વર્ષના નીચલા સ્તર પર કારોબાર થઈ રહ્યો છે, જ્યારે સોયાબીનમાં પણ નરમાશ જોવા મળી રહી છે, તો ખાદ્ય તેલોમાં મેન્થા ઓઈલમાં સાડા 3 મહિનાના નીચલા સ્તર પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મેન્થાના ભાવ 1400 રૂપિયાની નીચે પહોંચતા દેખાઈ રહ્યા છે. આજે ગુવાર પેકમાં પણ નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.


પેરાડાઈમ કૉમોડિટીઝની સલાહ


સોનું (એપ્રિલ વાયદા): ખરીદો - 30220, લક્ષ્યાંક - 30330, સ્ટૉપલોસ - 30150


લેડ (ફેબ્રુઆરી વાયદા): ખરીદો - 222.70, લક્ષ્યાંક - 224, સ્ટૉપલોસ - 221.70


કોપર (ફેબ્રુઆરી વાયદા): વેચો - 446.60, લક્ષ્યાંક - 443, સ્ટૉપલોસ - 449


નિકલ (ફેબ્રુઆરી વાયદા): ખરીદો - 867, લક્ષ્યાંક - 880, સ્ટૉપલોસ - 858


સોયા ઓઈલ (માર્ચ વાયદા): ખરીદો - 744, સ્ટૉપલોસ - 747, લક્ષ્યાંક - 740