બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: નિકલમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ડીલ થવાની આશાના કારણે LME પર બેઝ મેટલ્સની કિંમતોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, ટ્રેડ ટૉકનો સપોર્ટ અને LME પર સ્ટોક 7 મહિનાના નીચલા સ્તરે રહ્યો હોવાના કારણે કોપરને મળતો દેખાયો, જ્યારે નિકલમાં 4 મહિનાના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે.


કાચા તેલમાં ઘણો વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, ગઈકાલે 4 ટકાની તેજી બાદ આજે કિંમતો પર દબાણ છે, સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, જોકે બ્રેન્ટમાં સાડા 63 ડૉલરની ઉપર કિંમતો રહી. વાસ્તવમાં USની સાપ્તાહિક ઇન્વેન્ટરીઝમાં અનુમાન કરતા વધારેનો ઘટાડો નોંધાયો જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.


નેચરલ ગેસમાં એક ટકાની તેજી રહેતા એમસીએક્સ પર ભાવ 174ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં રિકવરી રહેતા વાયદામાં કિંમતો એક ટકા વધી, ચણામાં પણ સારી તેજી જોવા મળી રહી છે, તો મસાલા પેકમાં ધાણામાં લગભગ 2 ટકાનો ઉછાળો નોંધાયો, જીરા અને રાઈમાં પણ અડધા ટકાની તેજી રહી, જ્યારે કપાસીયા ખોળમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ખાદ્ય તેલમાં સોયા ઓઈલમાં તેજી રહી પણ સોયાબીનમાં નરમાશ જોવા મળી રહી છે.