બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી બજાર: તમામ મેટલ્સમાં ઘટાડો

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 18:06  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્થાનિક બજારમાં રૂપિયામાં મજબૂતીના કારણે સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, તો વૈશ્વિક બજારમાં પણ 1500 ડૉલરની નીચે કારોબાર થઈ રહ્યો છે.

સ્થાનિક બજારમાં શરૂઆતી તેજી પર બ્રેક લાગતા ચાંદીના ભાવ અડધા ટકા તૂટ્યા, તો વૈશ્વિક બજારમાં પણ 17 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

US-ચાઈના વચ્ચે તણાવ ફરી વધવાના અનુમાન પર સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ઘટાડો જોવા મળ્યો, સૌથી વધારે દબાણ કોપરમાં રહેતા ભાવ લગભગ એક ટકા તૂટતા દેખાઈ રહ્યા છે.

તો ટ્રેડ તણાવની અસર કાચા તેલની કિંમતો પર પણ જોવા મળી, સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા તૂટ્યા, તો બ્રેન્ટમાં સાડા 58 ડૉલરની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં હૉંગકૉંગ પર USના બિલ પાસ કરવાના નિર્ણયનો ચાઈનાએ વિરોધ કર્યો છે. સાથે જ અમેરિકામાં ક્રૂડની ઇન્વેન્ટરીઝ વધવાના અનુમાન પર કિંમતોમાં દબાણ વધતું દેખાઈ રહ્યું છે.

નેચરલ ગેસમાં રિકવરી રહેતા MCX પર ભાવ 168ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, SOPA મુજબ વર્ષ 2018-19 ભારતમાં સોયામીલના એક્સોપર્ટમાં 18%નો વદારો જોવા મળ્યો, જેનો સપોર્ટ મળતા વાયદામાં સોયાબીનની કિંમતો લગભગ એક ટકા વધી. જ્યારે મસાલા પેકમાં રાઈમાં લગભગ 2 ટકાનું દબાણ રહ્યું, હળદરમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે બજારમાં આવક વધવાના સમાચારથી કૉટન અને કપાસીયા ખોળમાં મજબૂતી રહી, તો સાથે જ ગુવાર પેકમાં સારી તેજી જોવા મળી.