બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: ઝીંક અને કોપરમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, નિકલમાં ફકી તેજી રહેતા એમસીએક્સ પર ભાવ 1 સપ્તાહના ઉપલા સ્તરે રહેતા દેખાયા, જોકે ઝીંક અને કોપરમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહી રહ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં હલ્કી રિકવરી જોવા મળી.


કાચા તેલની કિંમતોમાં દબાણ જોવા મળ્યું, સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા ઘટ્યા, પણ વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 60 ડૉલરની ઉપર રહેતા દેખાયા, વાસ્તવમાં ચાઈનાના ખરાબ આંકડા અને અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવાથી કિંમતો પર દબાણ રહેતું જોવા મળ્યું.


નેચરલ ગેસમાં ઉછાળો આવતા એમસીએક્સ પર ભાવ 156ના સ્તરની પાસે રહેતા દેખાયા.


જુલાઈમાં ખાદ્ય તેલના ઈમ્પોર્ટમાં ખાસો વધારો જોવા મળ્યો, પાછલા મહિને ખાદ્ય તેલની આયાત 26 ટકા વધીને 14 લાખ 12 હજાર ટનની રહી, જેમા 13 લાખ 47 હજાર ટન ખાદ્ય તેલ અને 64 હજાર ટન બીજા તેલનો સમાવેશ થાય છે.


જોકે નવેમ્બરથી હાલ સુધી એટલે કે ચાલુ સિઝનમાં કુલ ઇમ્પોર્ટ માત્ર 5 ટકા વધીને 1 કરોડ 12 લાખ ટનનો રહ્યો, જોકે પાછલા અમુક મહિનાઓથી ભારત-મલેશિયા વચ્ચે CECA સમજૂતીના કારણે RBD પામોલીનના આયાતમાં મોટો વધારો જોવા મળ્યો, જેથી સ્થાનિક રિફાઈનર્સને મુશ્કેલીઓ પડી રહી છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, કપાસીયા ખોળ અને કૉટનમાં સારી તેજી જોવા મળી, ઓછી સપ્લાય અને માગ સુધરવાથી કૉટનની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જોકે, કૉટનનું ઉત્પાદન ગત વર્ષ કરતા વધીરે છે, હાલ સુધી 1 કરોડ 18 લાખ હેક્ટરમાં કપાસની વાવણી થઈ છે,


જ્યારે પાછલા વર્ષે આ સંખ્યા 1 કરોડ 12 લાખ હેક્ટર હતી. જ્યારે મસાલા પેકમાં રાઈની કિંમતોમાં એક ટકાનો વધારો નોંધાયો, હળદરમાં પણ અડધા ટકાની નરમાશ રહી, તો સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ સારી રિકવરી જોવા મળી રહી છે.