બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઇવ: મોનસૂનની એગ્રી કૉમોડિટી પર કેવી રહેશે અસર?

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણે કૉમોડિટી બજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા, એક તરફ નોન એગ્રી કૉમોડિટીઝમાં સોનામાં નવા રેકોર્ડ સ્તર બનતા દેખાયા, ક્રૂડ ઓઈલની કિંમતોમાં રિકવરી જોવા મળી, તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર રહ્યો, જ્યારે બીજી બાજુ એગ્રી કૉમોડિટીઝમાં મોનસૂનની ચાલની સીધી અસર જોવા મળી રહી છે.

સોનાની ચાલ પર નજર કરીએ તો ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેવા સંકેતોએ સપોર્ટ આપ્યો. નબળા ફુગાવાના કારણે ECBએ વ્યાજ દરમાં ઘટાડાના સંકેતો આપ્યા. ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી ઓછી માગના અનુમાન છે. સ્થાનિક બજારમાં નબળી માગથી કિંમતો પર ડિસ્કાઉન્ટ. બજેટમાં સોના પર ઇમ્પોર્ટ ડ્યૂટી 10%થી વધારીને 12.5% થઈ.

સોનાને અસર કરતા પરિબળોને જોતા મે મહિનામાં યુએસના રોજગાર આંકડાઓમાં વધારો છે. યુએસ અને મેક્સિકો વચ્ચે ટેરિફ વૉર છે. પેલેડિયમની કિંમતોમાં વધારો.

સેન્ટ્રલ બેન્કની ગોલ્ડ શોપિંગની વાત કરીએ તો 2018માં 651.5 ટન સોનું ખરીદ્યું. 2018માં રશિયાએ 274 ટન સોનું ખરીદ્યું. ડિસેમ્બરથી ચાઈનાએ 70 ટન સોનું ખરીદ્યું.

મોનસૂનની ચાલ સુધરતા દેશમાં ઓછા વરસાદની સમસ્યાથી રાહત મળી છે, પણ ખરીફ પાકની વાવણી હજુ પણ ઘણી નબળી જોવા મળી રહી છે. 5 જુલાઈ સુધી દેશમાં ખરીફની વાવણી પાછલા વર્ષની સામે લગભગ 27 ટકા પાછળ રહી છે, જેમા દાળની ખેતીમાં લગભગ 70% અને તેલિબીયાના વાવણીમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો, કૉટન અને અનાજની ખેતી પણ પાછળ ચાલી રહી છે. જોકે મોનસૂનની હાલની ચાલને જોતા ખેતીની સ્થિતી સુધરે તેવી આશા બની રહી છે.

મોનસૂનની ચાલ સાથે એગ્રી કૉમોડિટી બજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ખેતીવાળા વિસ્તારોમાં વરસાદથી સોયાબિનની કિંમતોમાં દબાણ રહેતા ભાવ 6 મહિનાના નીચલા સ્તરે જોવા મળ્યા, આવામાં ખાદ્ય તેલમાં પણ મોટો ઘટાડો નોંધાતા સોયા ઓઈલમાં લગભગ 3 મહિનાના નીચલા સ્તરે કિંમતો પહોંચતી દેખાઈ, જેની અસર રાઈ પર પણ જોવા મળી રહી. સાથે જ તેલિબીયાની વાવણીમાં લગભગ 42 ટકાનો ઘટાડો જોવા મળ્યો, તો સોયાબિનની 90% ખેતી થનાર વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પાછલા દિવસોમાં સારો વરસાદ થયો હોવા છતા સોયાબિનની કિંમતોને સપોર્ટ નથી મળી રહ્યો.