બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, મહિનાના રેકોર્ડ ઉપલા સ્તરેથી કિંમતો મામુલી ઘટી, તો સ્થાનિક બજારમાં લગભગ 3 ટકાનું દબાણ રહ્યું, જ્યારે બ્રેન્ટમાં 37 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઇન્વેન્ટરીઝ ઘટતા અને માગ સુધરતા ક્રૂડની કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી રહેતા ભાવ 140ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં સોનાની કિંમતોમાં અડધા ટકાની રિકવરી રહી, તો મે મહિનામાં સોનાની કિંમતોમાં 3%નો વધારો જોવા મળ્યો, નબળા વૈશ્વિક સંકેતોના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

ચાંદીમાં મિશ્ર કારોબાર રહ્યો, સ્થાનિક બજારમાં મામુલી નરમાશ રહી, પણ વૈશ્વિક બજારમાં લગભગ એક ટકાની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.. આ સાથે જ મે મહિનામાં ચાંદીના ભાવ 19% વધ્યા.

સ્થાનિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં મામુલી નરમાશ રહી, જ્યારે નબળા ડૉલરના કારણે LME પર મેટલ્સને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, નવી ખરીદીના કારણે કપાસીયા ખોળમાં લગભગ 2 ટકાની તેજી રહી, સાથે જ ગુવાર પેકમાં પણ મજબૂતી જોવા મળી, ખાદ્ય તેલ અને તેલિબીયાની કિંમતોમાં પણ રિકવરી રહી, તો મસાલા પેકમાં પણ સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.