2023માં સોના-ચાંદીની ચમક વધી ગઈ છે, એમસીએક્સ પર સોનું 30 મહિનાની ઉંચાઈ પર પહોંચી ગયું છે, ઓઈલ ટાઈમ હાઈથી સોનું લગભગ 400 રૂપિયા જ નીચે છે, હાલના સ્તરની વાત કરીએ તો હાલ સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી છે, જ્યારે વૈશ્વિક બજારમાં 1833 ડૉલરના સ્તરની ઉપર કારોબાર થઈ રહ્યો છે.
નબળા ડૉલરની અસર ચાંદી પર પણ જોવા મળતા વૈશ્વિક બજારમાં ચાંદી લગભગ સવા 1 ટકાની તેજી સાથે 24 ડૉલરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં 70 હજાર 700ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલની તેજી બાદ ક્રૂડમાં ફરી ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટમાં 85 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો NYMEX ક્રૂડમાં એક ટકાના દબાણ સાથે 80 ડૉલરની નીચે કિંમતો પહોંચતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ નેગેટિવ કારોબાર દેખાઈ રહ્યો છે.
નેચરલ ગેસમાં દબાણ આગળ વધતા સ્થાનિક બજારમાં સવા આઠ ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો, 400ના મહત્વના સ્તરની નીચે કિંમતો પહોંચી, તો રાતોરાત US નેચરલ ગેસમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો, અહીં નબળી ઇન્ડસ્ટ્રીયલ માંગના અનુમાને કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.
નબળા ડૉલરના કારણે LME પર આજે મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, ડૉલર ઇન્ડેક્સ તેના મુખ્ય સપોર્ટ સ્તર 104ની નીચે આવ્યો હોવાથી મેટલ્સમાં રિકવરી રહી, નબળો US ડોલર અન્ય કરન્સીના ધારકો માટે મેટલ્સ સસ્તી બનાવે છે અને પરિણામે માંગ વધવાની અસર રહેતા મેટલ્સમાં આજે મજબૂતી જોવા મળી. પણ સ્થાનિક બજારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.
જીરામાં આજે પણ જંગી તેજી યથાવત્ છે. જીરાના ભાવ 34 હજારને પાર પહોંચતા પણ જોવા મળ્યા છે. જીરામાં આવતી સતત તેજીને પગલા NCDEX દ્વારા આજથી 23 જાન્યુઆરી સુધી જીરા પર વધારાના અઢી ટકા જેટલા માર્જિન નાખ્યા છે. પરંતુ બીજી તરફ હળદર અને ધાણાંમાં આજે ઘટાડો છે. હળદરમાં આશરે 4 ટકા સુધીનું દબાણ રહ્યું, કપાસિયા ખોળમાં શરૂઆતી તેજી વધતા 2 ટકાથી વધારેની મજબૂતી જોવા મળી. તો ગુવાર પેકમાં ફ્લેટ કારોબાર છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પામ તેલમાં આવેલા ઘટાડાને પગલે આજે મેન્થા તેલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તો એરંડામાં આજે પોણા ટકાના ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો છે.