કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર - commodity market business with strength in gold-silver pressure in crude | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

નેચરલ ગેસમાં સતત છઠ્ઠા દિવસે દબાણ યથાવત્ છે. વૈશ્વિક અર્થતંત્રની ચિંતાના કારણે નેચરલ ગેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

અપડેટેડ 06:53:59 PM Jan 04, 2023 પર
Story continues below Advertisement

સોનાની શરૂઆતી તેજી વધતા સ્થાનિક બજારમાં ઇન્ટ્રા ડેમાં 56,000ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, કિંમતોમાં 55,980ના સ્તરની પાસે પણ કારોબાર જોવા મળ્યો હતો, ઓલ ટાઈમ હાઈથી માત્ર 200 રૂપિયા નીચે કિંમતો રહેતી દેખાઈ. ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં દબાણની અસર કિંમતો પર જોવા મળી.

ચાંદીમાં પણ તેજી યથાવત્ છે, પણ વૈશ્વિક બજારની ગઈકાલની મજબૂતી ઓછી થઈ, વૈશ્વક બજારમાં દોઢ ટકા સાથેની તેજી સાથેના કારોબાર સાથે ચાંદી 24 ડૉલરને પાર કારોબાર કરી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ ચાંદીમાં 70,500ને પાર કારોબાર થઇ રહ્યો છે.

ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર યથાવત્ છે. વૈશ્વિક અર્થતંત્રની ચિંતાના કારણે કાચા તેલની કિંમતોમાં રાતોરાત 4%નો મોટો કડાકો જોવા મળ્યો. સતત પાંચમાં મહિને ડિસેમ્બરમાં ચાઇનાના PMIના આંકડા નબળા આવતા ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

તો નેચરલ ગેસમાં સતત છઠ્ઠા દિવસે દબાણ યથાવત્ છે. વૈશ્વિક અર્થતંત્રની ચિંતાના કારણે નેચરલ ગેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 6 દિવસમાં નેચરલ ગેસના ભાવ 24% ઘટ્યા છે. તો અંતે પોણા બે ટકા સાથે પોઝિટીવ કારોબાર થતા સ્થાનિક બજારમાં ભાવ 340 પર દેખાયા.

ડૉલર ઇન્ડેક્સમાં ફરી ઉતાર-ચઢાવના કારણે LME અને સ્થાનિક બન્ને બજારોમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, USમાં પણ નોન ફેરસ મેટલની માંગમાં ઘટાડાના અનુમાન બની રહ્યા છે, નબળી માંગના કારણે એલ્યુમિનિયમમાં માર્ચ 2022ના ઉપલા સ્તરેથી કિંમતો 40 ટકા ઘટતી જોવા મળી, તો કોપરમાં પણ નરમાશ આગળ વધતી દેખાઈ, ઉલ્લેખનીય છે કે કોવિડના કેસ વધતા ડિસેમ્બરમાં સતત 5માં મહિને ચાઈનાના PMI આંકડા નબળા પડ્યા છે, જેની અસર પણ મેટલ્સ પર જોવા મળી રહી છે.


તો જીરામાં આજે શરીઆતી દબાણ ઘટીને અંતે 2%ની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ઉલ્લેખનિય છે કે જીરામાં જંગી તેજીને જોતા NCDEXએ જીરા કોન્ટ્રાક્ટ પર 2.5% વધારાનું માર્જિન 24 જાન્યુઆરી સુધી લંબાવ્યું છે જેની અસરના કારણે જીરાની કિંમતો પર દબાણ જોવા મળ્યું હતું. તો હળદરમાં લગભગ પા ટકાની તેજી સાથેનો કારોબાર દેખાઇ રહ્યો છે. અને ધાણામાં સવા એક ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. વાત કરીએ રાઇની તો સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડાના કારણે ગુજરાતમાં રાઈની વાવણીમાં 9 ટકા ઘટાડો નોંધાયો છે. ગુજરાતના ખેડૂતોએ સોમવાર સુધીમાં 304,723 હેક્ટરમાં સરસવનું વાવેતર કર્યું છે જે વાર્ષિક ધોરણે 9% ઓછું છે. તો વાત કરીએ અન્ય એગ્રી કૉમોડિટીઝની તો ગુવાર પેકમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળમાં ગઇકાલની તેજી યથાવત્ છે. આજે પણ બે ટકાની તેજી દેખાઇ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2023 6:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.