બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી રિપોર્ટ: ક્રૂડના કિંમતોમાં ઉતાર-ચઢાવ રહ્યા

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 17:52  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘણા સપ્તાહથી આંતરરાષ્ટ્રીય પરિબળો નોન એગ્રી કૉમોડિટીઝની કિંમતોને અસર કરતા દેખાઈ રહ્યા છે, FOMCની બેઠક હોય કે OPECની બેઠક કે પછી RBIની પૉલિસી, તમામ ફેક્ટર્સના કારણે નોન એગ્રી કૉમોડિટીઝમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આગળ જાણકારી લઇએ કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પાસેથી.


RBIની પૉલિસીથી રૂપિયાને સપોર્ટ મળ્યો છે. ટ્રેડ ડીલના સમાચારથી ડૉલરમાં ઘટાડો થયો છે. હોંગ-કોંગને લઈ તણાવ વધવાની અસર છે. બાકી કરન્સી સામે ડૉલરમાં નરમાશથી રૂપિયો મજબૂત છે. 10 વર્ષિય સરકારી બોન્ડ યીલ્ડમાં 2 ટકાની તેજી છે. USના મજબૂત અર્થતંત્રના આંકડાથી ડૉલરને સપોર્ટ છે.


કિંમતો પર વૈશ્વિક પરિબળોની અસર જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ચાંદી $16ની પાસે પહોંચી છે. સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાની અસર રહી છે. ચાંદીમાં નબળા મેટલ્સની અસર જોવા મળી છે. રૂપિયામાં રિકવરીની અસર જોવા મળી છે.


નવેમ્બરમાં ગોલ્ડ ETFમાં વેચાણ છે. વધુ ભાવે ભારત અને ચીનમાં સોનાની માગ ઘટી છે. ETFમાંથી લગભગ 30.1 ટનની રકમ ઉપાડી લેવામાં આવી છે. ચાલુ વર્ષે ETFમાં 32 ટકેથી વધારેનું રોકાણ થયું છે.


ચાઈનાના નબળા PMI આંકડાઓથી કિંમતો ઘટી છે. ટ્રેડ ડીલની અનિશ્ચિતતાની અસર જોવા મળી છે. ચાઈનાના ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓના નફામાં ઘટાડો થયો છે. USના કન્ઝ્યુમર કૉન્ફિડન્સના આંકડા નબળા રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીથી મેટલ્સ પર દબાણ છે. નિકલની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી રહી છે. LME પર કોપરના સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે. કેનેડામાં ઓછી સપ્લાયના કારણે એલ્યુમિનિયમ વધ્યું છે.


આ સપ્તાહે કિંમતોમાં ઉતાર-ચઢાવ રહ્યા છે. USની ઇન્વેન્ટરીઝમાં ઘટાડો નોંધાયો છે. હોંગ-કોંગના તણાવની અસર કિંમતો પર રહી છે. વિએનામાં OPECની બેઠકના પરિણામ પર નજર છે. OPEC 2020 સુધી ઉત્પાદન કાપ યથાવત રાખી શકે છે. OPEC+એ ઉત્પાદનમાં 1.2 mbpdનો કાપ કર્યો છે. USનું ક્રૂડ આઉટપુટ 12.9 mbpdના રેકોર્ડ સ્તરે રહ્યું છે.