બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી રિપોર્ટ: કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 17:52  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં હાલ વાવાઝોડાના પ્રકોપ જોવા મળી રહ્યા છે, ખેડૂતોને હવે મહા વાવાઝોડાથી નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું, આવામાં સરકારે રાહત કાર્યતો હાથ ધર્યું છે, પણ વીમા કંપનીઓ ખેડૂતોની મદદ કરવામાં પાછળ પડતી દેખાઈ રહી છે. આવામાં હજુ પણ એવા ઘણા ખેડૂતો છે જે સરકાર અને વીમા કંપનીઓની સ્કિમોથી અજાણ છે, તો આજની ચર્ચામાં આપણે તેમની મુંજવણ દૂર કરીશું, અને જાણીશું ખેડૂતો સરકાર પાસે શું માગ કરી રહ્યા છે.


વાવાઝોડાની અસરના કારણે સૌથી વધુ પ્રભાવિત જો કોઈ થયું હોય તો રાજ્યના ખેડૂતો છે. માવઠાના કારણે ખૂબ મોટા નુકસાનની આશંકા દેખાઈ રહી છે.


વાવાઝોડું ઉદભવ્યું ત્યારથી લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખરાબ છે. જે ગુરૂવારે પણ જોવા મળી. દ્રશ્યો ભાવનગરના છે. જ્યાં તળાજા અને મહુવા સહિતના વિસ્તારમાં માવઠું થયું. જેસર, બગદાણામાં વરસાદી આફતથી કપાસ, મગફળી, ડૂંગળી પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા.


ભાવનગરના પાડોશી જિલ્લા ગીર સોમનાથના ખેડૂતો આજે પણ માવઠાના મારથી ન બચી શક્યા. અહીં સાગર ખેડૂ અને ધરતીપૂત્રો બંને પરેશાન જોવા મળ્યા. ગાજવીજ સાથે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. જેણે ખેતરમાં ઉભેલા અને કાપણી કરાયેલા પાકનું નિકંદન કાઢી નાખ્યું. જિલ્લાના સૈયદ રાજપરા, નવાબંદર, સુત્રાપાડા, મૂળ દ્વારકા, માઢવાડ સહિતના વિસ્તારમાં ખેડૂતો ચિંતાથી વ્યાકૂળ છે.


જૂનાગઢના માળીયા હાટીના પંથકના ગળોદ, કત્રાસા, જલંધરમાં માવઠું મગફળી માટે મુસીબત બનીને આવ્યું. અહીં છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોની ખરીફ સિઝન સડવાની સ્થિતિ પર આવી પહોંચી છે.


અમરેલીના જાફરાબાદ અને રાજુલા તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો. જાફરાબાદના નાગેશ્રી ઉપરાંત રાજુલા, પીપાવાવ, કોવાયામાં વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.


વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ વળતર મળશે. 33 ટકા નુકસાન હશે તો વળતર મળશે. 10 દિવસમાં સર્વે થશે અને 15 દિવસમાં વળતર મળશે. મગફળીની ટેકાના ભાવની ખરીદી 10 નવેમ્બરથી શરૂ થશે.


વાણીજ્યિક અને બાગાયતી પાકને સુરક્ષા આપે છે. પાકને કુદરતી આપત્તીથી થતા નુકસાનની ભરપાઈ થાય છે. 13 જાન્યુઆરી 2016એ યોજના શરૂ કરવામાં આવી હતી. ભારતીય કૃષિ વિમા કંપની AIC યોજના ચલાવે છે. ખરીફ પાક માટે 2 ટકા પ્રીમીયમ ભરવું પડે છે. રવિ પાક માટે 1.5 ટકા પ્રીમીયમ ભરવું પડે છે.


કુદરતી આપત્તી, કીટકોથી થતા નુકસાનની પરપાઈ છે. ખેડૂતોની ખેતીમાં રસ યથાવત્ રાખવાનો પ્રયાસ છે. ખેડૂતોને સ્થિર આવક આપવાના પ્રયાસ છે. કૃષિ ક્ષેત્રે ધિરાણની ઉપલબ્ધતાની ખાતરી છે.


વાવણીના 10 દિવસની અંદર ફોર્મ ભરવું જરૂરી છે. કાપણીના 14 દિવસ બાદ પણ યોજનાનો લાભ મળશે. કુદરતી આપત્તીથી થયેલ નુકસાન પર જ મદદ મળશે. પાક નુકસાનની સરખી ગણતરી રાખવી છે.