બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કૉમોડિટી રિપોર્ટ: મધ્ય ગુજરાતમાં મકાઇના પાકને નુકસાન

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 17:57  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વર્ષે ચોમાસાની ચાલ અનિયમીત જોવા મળી, ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે. નવસારીમાં ડાંગર અને શેરડીનો પાક ખરાબ થયો, તો બીજા રાજ્યોમાં મગફળી અને કપાસની સ્થિતી નબળી જોવા મળી રહી છે. સાથે જ મકાઈમાં ખેડૂતોને 25થી 30 ટકા નુકસાન થયું, જ્યારે કઠોળના પાકને 70 ટકા નુકસાન થયા હોવાના અહેવાલો બહાર પડી રહ્યા છે, આવી પરિસ્થિતીમાં હવે આગળ આ બધાની કિંમતો પર કેવી અસર રહેશે તેની નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ. આગળ જાણકારી લઇએ કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને સ્ટેવાન.COMના દિપેન શાહ પાસેથી.


વરસાદના કારણે પાકને નુકસાન-


નવસારી જિલ્લામાં ડાંગરના ઉભા પાકને નુકસાન થયું છે. નવસારીના ખેડૂતોના શેરડીના પાકને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ છે. રાજ્યમાં બાજરી, મકાઈ અને જુવારના પાકને નુકસાન છે. મગફળીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.


અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન-


ઉત્તર, ગુજરાતમાં ભારે નુકસાન છે. મધ્ય ગુજરાતમાં મકાઈના પાકને નુકસાન છે. સૌરાષ્ટ્રમાં બાજરીનો પાક ધોવાયો છે. 50 ટકાથી વધુ નુકસાનની શક્યતા થઇ છે. મગના પાકને મોટું નુકસાન છે. તલના 90 ટકા પાકને નુકસાન છે. મકાઈમાં ખેડૂતોને 25થી 30 ટકા નુકસાન છે. કઠોળના પાકને 70 ટકા નુકસાન કર્યું છે.


મગફળીને નુકસાન પર નજર-


13 લાખ હેક્ટરમાં વાવેતર છે. મગફળીના 60 થી 70 ટકા પાકને નુકસાન છે. 32 લાખ ટન મગફળીમાંથી અડધુ ઉત્પાદન પણ અશક્ય છે.