કમોડિટી રિપોર્ટ: નોન એગ્રી કૉમોડિટી સ્પેશલ, નોન એગ્રી કૉમોડિટી માટે આ સપ્તાહ રહ્યું તેજી વાળું - commodity report non-agri commodity special this week remains bullish for non-agri commodities | Moneycontrol Gujarati
Get App

કમોડિટી રિપોર્ટ: નોન એગ્રી કૉમોડિટી સ્પેશલ, નોન એગ્રી કૉમોડિટી માટે આ સપ્તાહ રહ્યું તેજી વાળું

સોનામાં નવા રેકોર્ડ હાઈ સ્તર જોવા મળ્યા, પણ ગ્લોબલ મંદી, નબળી માગની આશંકા અને USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બનતું દેખાયું.

અપડેટેડ 03:49:22 PM Jan 27, 2023 પર
Story continues below Advertisement

આ સપ્તાહ નાનું હતું, પણ નોન એગ્રી કૉમોડિટી માટે વોલેટાઈલ ભર્યું રહ્યું, જ્યાં સોનામાં નવા રેકોર્ડ હાઈ સ્તર જોવા મળ્યા, પણ ગ્લોબલ મંદી, નબળી માગની આશંકા અને USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બનતું દેખાયું, જ્યારે ચાઈનામાં રિ-ઓપનિંગના કારણે મેટલ્સની માગ વધવાની આશાએ બેઝ મેટલ્સમાં ખાસ એલ્યુમિનિયમ અને ઝીંકમાં આ સપ્તાહે સારી એક્શન રહી. હવે આવતું સપ્તાહ ઘણું મહત્વનું રહેશે જ્યાં USમાં વ્યાજ દર પર નિર્ણય આવશે અને અન્ય ગ્લોબલ આંકડાઓ જાહેર થશે.

આ સપ્તાહે MCX પર સોનુ ઓલ ટાઇમ હાઇ પર પહોચ્યુ 56,900ની ઉપર કારોબાર થતો દેખાયો. MCX પર સોનું ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચ્યું. MCX પર સોનામાં ₹56,900ની ઉપર કારોબાર નોંધાયો. COMEX પર સોનું 9 મહિનાના ઉપલા સ્તરની પાસે રહ્યું. COMEX પર સોનાનો ભાવ 1932 ડૉલરની ઉપર જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં ચાંદી 24 ડૉલરના સ્તરની નજીક પહોંચી. MCX પર ચાંદીમાં કારોબાર ₹68,500ના સ્તરની નજીક જોવા મળ્યો.

મેટલ્સ માટે આ સપ્તાહ સારૂ એક્શન પેક સપ્તાહ રહ્યું. આમ જોવા જઇએ તો આ આખો મહિનો મેટલે સારુ પરફોર્મન્સ આપ્યુ છે મુખ્યત્વે ઇન્વેન્ટરી ઘટવાની અને સપ્લાયની ચિંતાની અસર રહી છે.

ઉત્પાદનની ચિંતા અને લેબર નેગોશિએશનના કારણે કિંમતો વધી. ખાણકામમાં વિક્ષેપ અને મેનટેનેન્સ મુદ્દાઓના કારણે સપોર્ટ મળ્યો. કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડાથી પણ સપોર્ટ મળ્યો. ડૉલર ઇન્ડેક્સમાં 102ના સ્તરની નીચે કારોબાર થઈ રહ્યો છે. ચાઈનામાં રિ-ઓપનિંગના કારણે માગને સપોર્ટ મળવાની આશા છે. ચાઈના અને યુરોપમાં પાવરની અછત છે. 2022માં યુરોપનું એલ્યુમિનિયમ ઉત્પાદન 12.5% ઘટ્યું. ફ્રાન્સ ડંકર્ક પ્લાન્ટનું ઉત્પાદન 20% ઘટ્યું. સ્લોવાકિયા સોલ સ્મેલ્ટરે તમામ પ્રાથમિક ઓપરેશન બંધ કર્યા. મોન્ટેનેગ્રો પોડગોરિકા સ્મેલ્ટરે 60 હજાર પ્રતિ ટનની ક્ષમતા બંધ કરી. કિંમતો વધીને ઓગસ્ટ 2022 બાદના ઉપલા સ્તરે પહોંચી. મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધતા ચાઈના તરફથી માગ વધી.

આ સપ્તાહે ક્રુડની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી અને લગભગ 87 ડોલરની આસપાસ છે. કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી જોવા મળી. ઉપલા સ્તરેથી ક્રૂડની કિંમતોમાં આશરે 2%નો ઘટાડો. 87 ડૉલરની નીચે બ્રેન્ટની કિંમતો પહોંચતી દેખાઈ. WTIમાં પણ 81 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો. MCX પર પણ કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો.

US મેન્યુફેક્ચરિંગના નબળા આંકડાથી કિંમતો તૂટી. સતત 7માં મહિને USમાં બિઝનેસ એક્ટિવિટી ઘટી. ગ્લોબલ મંદી, નબળા માગની આશંકામાં વધારો થાય છે. સતત પાંચમાં સપ્તાહે અમેરિકામાં ક્રૂડ ઇન્વેન્ટરી વધી છે.

US નેચરલ ગેસની કિંમતો ઘટીને 21 મહિનાના નીચલા સ્તરની પાસે રહી. 2023 શિયાળાની નબળી શરૂઆતથી કિંમતો ઘટી. USમાં ઇન્વેન્ટરી 91 bcfથી ઘટી. ફેબ્રુઆરીમાં હવામાન ઠંડું થવાની આગાહી. ચાઈના દ્વારા માગ સુધરી રહી છે. USમાં નેચરલ ગેસની રિફાઈનરી ઘટી રહી છે.

નેચરલ ગેસમાં ઘટાડાના કારણો
USના મજબૂત Q4 GDP આંકડા રહ્યા છે. USના ડ્યુરેબલ ગુડ્સના આંકડા 5.6% પર રહ્યા છે. USમાં નવા ઘરનું વેચાણ સતત ત્રીજા મહિને વધ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 27, 2023 11:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.