બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કોમોડિટી બજાર: ઈમ્પોર્ટ ડ્યૂટીના સમાચારને લઈને આવી એક્શન

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

આ અઠવાડિયે ખાદ્યતેલમાં સૌથી વધુ એક્શન જોવા મળ્યું છે. ઈમ્પોર્ટ ડ્યૂટી લાગવાના સમાચારને લઈને ખાદ્યતેલ રોજ ફોકસમાં રહ્યા છે. સાથે જ કોટનમાં પણ નવી સિઝન આવવાની છે અને આ વખતે આયાતની માગ વધી શકે છે. તો સાથે જ સરકારે અમુક અનાજના ભાવ ઘટાડ્યા છે કારણ કે આ વખતે ઉત્પાદનમાં વધારો થયો છે. આ બધાને કારણે તમારા ટ્રેડ પર અને ગજવા પર શું આવશે.


ક્રૂડ-


બજેટમાં સરકાર આયાત ડ્યૂટી ઘટાડે એવી આશા છે. ચીનમાં રજાઓને કારણે ટ્રેડમાં ઘટાડો આવશે. ક્રૂડમાં આવેલા ઘટાડાની પણ CPOમાં અસર આવશે. ગયા અઠવાડિયે CPOમાં 6.3 ટકાનો ઘટાડો થયો છે. સરકાર મલેશિયાથી આયાત પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આ કારણે ભારતીય ખરીદદારો ઈન્ડોનેશિયા શિફ્ટ થઈ શકે છે.


ઈન્ડોનેશિયાના સપ્લાયર્સે પ્રિમિયમ લાદવાનું શરૂ કર્યું છે. સપ્લાયર્સ પ્રતિ ટન $15-$20નું પ્રિમિયમ લે છે. જાન્યુઆરીના પહેલા 20 દિવસમાં મલેશિયાથી આયાત 49 ટકા ઘટી છે. મલેશિયાથી પાકિસ્તાન જતા માલમાં 80 ટકામાં વધારો થયો છે. ગયા મહિનાની સરખામણીએ પહેલા 20 દિવસમાં વધારો થયો છે.


સોયા તેલ-


ગયા અઠવાડિયામાં 6.2%નો ઘટાડો આવ્યો છે. આ અઠવાડિયે 0.48%નો ઘટાડો આવ્યો છે. CPO અને ક્રૂડની કિંમતોમાં આવ્યો ઘટાડો છે. ઘટેલી કિંમતો ટ્રેન્ડ માટે અવરોધ ઊભો કરે છે. પૂરતા સ્ટોક છતાં ટ્રેડરોએ પોઝિશન કાપી છે. બજેટમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે. સ્થાનિક પ્રિમિયમમાં ઘટાડો આવ્યો છે. ચીન-USના ટ્રેડ ડીલનો બીજો તબક્કો મહત્વનો છે.


કોટન-


આ અઠવાડિયે કોટનમાં 2%નો ઘટાડો આવ્યો છે. ગુજરાતમાં કોટનનું ઉત્પાદન 39% વધી શકે છે. કોટનનું ઉત્પાદન વધીને 8.7 મિલિયન ઘાંસડી રહી શકે છે. કોટનની યીલ્ડ વધીને 554.9 Kg પ્રતિ હેક્ટર રહી શકે છે. 2019-20માં વૈશ્વિક સપ્લાય 44.63 ml ટન રહેવાનું અનુમાન છે. આ પહેલા 44.38 મિલિયન ટનનું અુમાન હતું. વૈશ્વિક નિકાસ 8.96 ml ટન રહેવાનું અનુમાન છે. અગાઉ 9.24 ml ટન અગાઉનું અનુમાન હતું. આખા દેશમાં વાવણી આ વર્ષમાં 5.5% વધી છે. સિઝનમાં કોટનની આવકમાં વધારો થયો છે.


અનાજની કિંમતો ઘટી-


સરકાર અનાજની કિમંતોમાં ઘટાડો કર્યો છે. ઓપન માર્કેટ સેલ સ્કીમ દ્વારા અનાજ વેચશે. ગયા અઠવાડિયે સરકારે ઘઉની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. આ અઠવાડિયે સરકારે ચોખાની કિંમતો ઘટાડી છે. બજારમાં અનાજ સસ્તું કરવા માટે લીધા પગલા છે. FCI પાસે માપદંડ કરતા અઢી ગણો વધારે સ્ટોક છે. નવા પાક માટે જગ્યા બનાવવા માટે કાપ છે.