આ સપ્તાહ નોન એગ્રી કૉમોડિટી માટે ઘણું વોલેટાઈલ ભર્યું રહ્યું, જ્યાં સ્થાનિક બજારમાં સોનામાં નવા રેકોર્ડ સ્તર બન્યા પણ ત્યાર બાદ દબાણ જોવા મળ્યું, ક્રૂડ ઓઈલમાં પણ USમાં ઇન્વેન્ટરી વધવા સામે માગ નબળી પડવાની અસર દેખાઈ, તો બેઝ મેટલ્સમાં પણ વેયરહાઉસમાં ઓછી ઇન્વેન્ટરી અને ચાઈનામાં લૂનાર ન્યૂ-યર નિમિત્તે બજાર બંધ રહેતા માગ ઘટવાની આશંકાએ કિંમતોમાં નાની રેન્જમાં કારોબાર રહેતો દેખાયો, હવે આવનાર સપ્તાહ માટે ક્યાં ખાસ ક્યૂઝ બની રહ્યા છે, ક્યાં વૈશ્વિક ડેટાઓની અસર આ નોન એગ્રી કૉમોડિટી પર જોવા મળશે.
સોનાના કારોબાર માટે આ સપ્તાહ ખૂબ મહત્વનુ રહ્યું છે આ સપ્તાહે આપણે mcx સોનોમાં 56500ની ઉપરના સ્તર પર પહોચ્યા તો કોમેક્સ પર પણ 9 મહિનાના ઉપલા સ્તર બનતા દેખાયા ત્યાર બાદ ઉપલા સ્તરેથી થોડુ પ્રોફિટ બુકિંગ પરંતુ 1900ના લેવલ સસ્ટેઇન થયા.
આ સપ્તાહે સોનામાં કારોબાર
સપ્તાહની શરૂઆતમાં MCX પર ઓલ ટાઈમ હાઈના સ્તર જોયા. MCX પર સોનું ₹56,500ના સ્તરની ઉપર પહોંચ્યું. COMEX પર પણ સોનામાં 9 મહિનાના ઉપલા સ્તર જોવા મળ્યા. સપ્તાહની શરૂઆતમાં COMEX સોનું 1930 ડૉલરના સ્તરે પહોંચ્યું.
સોના-ચાંદીમાં વોલેટાલિટીના કારણો
ડૉલરમાં મજબૂતીથી કિંમતો ઘટી. બજારને 1 ફેબ્રુઆરીએ USમાં દરો વધવાની આશંકા છે. જીમ બુલાર્ડના મતે દરોમાં 0.50%નો વધારો થવાની આશા છે. અમેરિકાના આર્થિક આંકડાઓથી રોકાણકારો સતર્ક છે. USનું રિટેલ વેચાણ એપ્રિલ 2020ના નીચલા સ્તર પર છે. US ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સતત બીજા મહિને ઘટ્યું.
ચાંદીમાં પણ આપણે 8 મહિનાના ઉપલા સ્તરે આ સપ્તાહમાં કિંમતો પહોચતી જોઇ પણ વધુ સસ્ટેઇન ન થઇ શકી. ચાંદીમાં આ સપ્તાહે આપણે 70,000ના સ્તર જોયા હતા પણ ત્યાથી 67,900 સુધી પણ ચાંદી નીચે આવી છે.
આ સપ્તાહે ચાંદીમાં કારોબાર
સપ્તાહની શરૂઆતમાં કિંમતો 8 મહિનાના ઉપલા સ્તરે રહી. શરૂઆતી કારોબારમાં કિંમતો 25 ડૉલરના સ્તરની નજીક પહોંચી હતી. MCX પર લગભગ 9 મહિનાના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો હતો. સ્થાનિક બજારમાં કિંમતો ₹70,000ના સ્તરની નજીક પહોંચતી દેખાઈ હતી. ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી આવતા કિંમતો ઉપલા સ્તરેથી ઘટતી દેખાઈ.
આ સપ્તાહે કોપરમાં કારોબાર
કોપર 7 મહિનાના ઉપલા સ્તરની નજીક કારોબાર જોવા મળ્યો. 2023માં ચીલી દ્વારા કોપર ઉત્પાદનમાં 6% ઘટાડાનું અનુમાન છે. કોપરની વૈશ્વિક ઈન્વેન્ટરી માત્ર 2 દિવસ ચાલે એટલી જ બચી છે. ઓછી ઇન્વેન્ટરી અને માગ વધવાની આશાએ કિંમતો વધી. પેરૂ અને ચીલીમાં સપ્લાય વિક્ષેપના કારણે કિંમતોને સપોર્ટ છે. ચીલીનું કોપર આઉટપુટ 2023માં હાલ સુધી 6 ટકા ઘટ્યું. LME અને શંઘાઈ ફ્યૂચર્સ પર ઇન્વેન્ટરી 186.4kt રહી. કુલ LME ઇન્વેન્ટરીમાં 50%નો ઘટાડો નોંધાયો. શાંઘાઈ વેરહાઉસ સ્ટોક્સ 2022માં વર્ષ 2007 પછીના સૌથી નીચા સ્તરે છે. એપ્રિલ 2022 બાદથી COMEX પર કોપરમાં નેટ લોન્ગ્સ વધ્યા.
આ સપ્તાહે એલ્યુમિનિયમમાં કારોબાર
એલ્યુમિનિયમ પણ 7 મહિનાના ઉપલા સ્તરે કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિયમ વૈશ્વિક ઈન્વેન્ટરી 1.4 mt પર 2002ના નીચલા સ્તરે છે.
આ સપ્તાહે ઝીંક પર રહ્યું ફોકસ
LME પર ઝીંકની ઈન્વેન્ટરી આ સદીના સૌથી નીચલા સ્તરે 36,525 ટન પર છે. 60% જેટલું ઝીંકનું બજાર ફિઝિકલ સ્ટોક્સ માગે છે. 15,175 ટન જેટલું ઝીંક વિશ્વમાં અમુક કલાકોમાં વપરાય છે. જાન્યુઆરીથી-ઓક્ટોબર 2022 દરમિયાન ઝીંકનું ઉત્પાદન 3.2% ઘટ્યું.
ક્રુડમાં આ સપ્તાહે વોલેટાઇલ કારોબાર રહ્યો. આ સપ્તાહે ઓપેકનુ આઉટલુક આવ્યુ, ઇન્વેટરી વધીને આવી અને ફબેુઆરીથી રશિયા પર પ્રતિબંધો લાગુ થશે આ તમામની કેવી અસર રહેશે અને હવે ક્રૂડની ચાલ કેવી રહી શકે.
આ સપ્તાહે ક્રૂડમાં કારોબાર
બ્રેન્ટની કિંમતો 85 ડૉલરની ઉપર પહોંચતી દેખાઈ. 13 જાન્યુઆરીએ 85.50 ડૉલરના સ્તરે બ્રેન્ટમાં કારોબાર જોવા મળ્યો હતો. WTI ક્રૂડમાં 80 ડૉલરના સ્તર જોવા મળ્યા. MCX પર ક્રૂડ ઓઈલમાં ₹6,500ના સ્તરની નજીક કિંમતો પહોંચતી દેખાઈ. WEFમાં મંદીની આશંકાએ કિંમતો ઉપલા સ્તરેથી ઘટી.
કેમ જોવા મળી હતી તેજી?
ચાઈનામાં રિ-ઓપનિંગના કારણે માગને સપોર્ટ છે. OPECની બેઠક પર બજારની નજર છે. ફેબ્રુઆરીમાં થશે OPEC દેશોની બેઠક છે. રશિયા પર EUના પ્રતિબંધથી પણ ભાવ વધ્યા. ફેબ્રુઆરીથી લાગૂ થશે રશિયા પર EUના પ્રતિબંધો છે. EU રશિયન ક્રૂડથી બનેલા પ્રોડક્ટ બેન કરશે.
કેમ બન્યું દબાણ?
2023માં દુનિયામાં મંદી આવવાની આશંકા છે. મોંઘવારીના કારણે ગ્લોબલ અર્થતંત્ર પર દબાણ છે. વિશ્વ બેન્ક, USની મોટી કંપનીઓને મંદીનો ડર છે. USમાં ઇન્વેન્ટરી વધવાથી કિંમતો ઘટી. 2023માં ગ્લોબલ ક્રૂડનો વપરાશ રોજના સરેરાશ કરતા રેકોર્ડ સ્તરે રહી શકે. US ઇન્વેન્ટરીમાં 7.6 મિલિયન બેરલનો આશ્ચર્યજનક વધારો થયો. US રિટેલ વેચાણ એપ્રિલ 2020 પછી સૌથી વધુ ઘટ્યું. સતત બીજા મહિને USનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટ્યું. UK અને યુરોઝોનમાં મોંઘવારી દર વધવાની આશંકા છે.