બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ડીલ થવાના સમાચારથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહ્યું, તો સાથે જ સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં વૈશ્વિક અર્થતંત્ર નબળું રહેવાની ચિંતાના કારણે કિંમતોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ 2019માં સોનાની માગ 8 ટકા ઘટીને 3 વર્ષના નીચલા સ્તરે પહોંચી શકે છે.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ ઉપલા સ્તરેથી દબાણ રહેતા ભાવ 18 ડૉલરની પાસે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં લગભગ પા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.