બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં દબાણ સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહેતા ભાવ ફરી 1500 ડૉલરની નીચે રહેતા દેખાયા, જ્યારે નબળા રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં કિંમતોને લગભગ અડધા ટકાનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં ટ્રેડ ટૉકના સમાચારથી કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાતા રાતોરાત ભાવ લગભગ 2 ટકા તૂટતા દેખાયા.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ રહ્યું, ભાવ 18 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.