બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 11, 2018 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનું 1300 ડૉલરની નીચે છે, તો અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક અને અમેરિકા-ઉત્તર કોરિયા સમિટ પહેલા ડૉલરમાં નરમાશ જોવા મળી રહી છે, જેની અસર સોના પર જોવા મળી રહી છે. જ્યારે રૂપિયામાં મજબૂતી હોવાથી સ્થાનિક બજારમાં સોનીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.


સોના કરતા ચાંદીમાં વધારે એક્શન જોવા મળી રહી છે. માગ વધવાની સંભાવનાથી કોમેક્સ પર ચાંદીની કિંમત અડધા ટકાથી વધારે વધી ગઈ છે. સાથે જ સ્થાનિક બજારમાં પણ તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.


મોતીલાલ ઓસવાલ કૉમોડિટીઝની સલાહ


ચાંદી: ખરીદો - 40300, સ્ટૉપલોસ - 40050, લક્ષ્યાંક - 40750