બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતીય બજારમાં આજે સોનાએ 38 હજાર 643 રૂપિયાનું નવું રેકોર્ડ સ્તર બનાવ્યું, કોમેક્સ પર તેજી અને રૂપિયામાં નરમાશના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો, સ્થાનિક બજારમાં એક મહિનામાં સોનામાં 10 ટકા અને વર્ષમાં લગભગ 30 ટકાની તેજી જોવા મળી છે.


સોના સાથે ચાંદીમાં પણ સારી ખરીદદારી જોવા મળી, એમસીએક્સ પર ભાવ 2 ટકા વધી નવેમ્બર 2016 બાદના સૌથી ઉપલા સ્તરે પહોંચતા દેખાઈ રહ્યા છે. જ્યારે વૈશ્વિક બજારમાં 17 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.