બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 17:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના આ ખાસ કાર્યક્રમમા આપણે ચર્ચા કરીશું ડૉલર સામે નબળા થતા રૂપિયાની, સોના-ચાંદીમાં નવા બનતા રેકોર્ડ વિશે. જાણીશું કઈ રીતે વૈશ્વિક પરિબળોની અસર સોના-ચાંદીની કિંમતો પર જોવા મળી રહી છે. આગળ જાણકારી લઇએ ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને HDFC સિક્યોરિટીઝના તપન પટેલ પાસેથી.


આ વર્ષે ડૉલર સામે રૂપિયામાં 4.11 ટકાનો ઘટાડો નોંધાયો છે. મજબૂત ડૉલર અને નબળા ચાઈનિઝ યાનના કારણે દબાણ છે. ઇક્વિટી બજારમાં એફઆઈઆઈની વેચવાલીનું પણ દબાણ રહ્યું છે. ઓગસ્ટમાં ડૉલર સામે યુઆન 4 ટકા ઘટ્યો છે.


સોનાની ચાલ પર નજર-


2019માં કિંમતો 23 ટકાથી વધારે વધી છે. વધુ સેફ હેવન બાઈંગ અને નબળા રૂપિયાનો સપોર્ટ મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વધતા કિંમતોને સપોર્ટ છે.


સ્ક્રેપ ગોલ્ડની સપ્લાય વધી-


વધુ ભાવના કારણે ભારતમાં સોનાના ઇમ્પોર્ટ પર અસર છે. જુલાઈમાં ગોલ્ડ ઇમ્પોર્ટ 42 ટકા ઘટ્યો છે. જુલાઈમાં ગોલ્ડ ઇમ્પોર્ટ ઘટીને $1.71 બિલિયન રહ્યો છે. વધારે ભાવ પર લોકો જૂનું સોનું વેચી રહ્યા છે.


સોનાની હાજર માગ સુસ્ત-


રેકોર્ડ તેજી બાદ સ્થાનિક માગ નબળી છે. ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી માગ પર અસર છે. અર્થતંત્રમાં સુસ્તીથી સોનાની માગ ઘટી છે. દેશના ઘણા વિસ્તારોમાં પૂરના કારણે માગ પર દબાણ છે.


સોના પર ડિસ્કાઉન્ટ-


ગસ્ટમાં સોનાનો ભાવ રૂપિયા 3900/10 ગ્રામ વધ્યો છે. જ્વેલર્સ સોનાની નવી ખરીદી નથી કરી રહ્યા. નબળી રિટેલ માગથી જ્વેલર્સની ખરીદી ઓછી થઈ છે.


સોના-ચાંદીમાં તેજીના કારણો-


યુરોપથી લઈ એશિયાના નબળા PMI આંકડા છે. સેન્ટ્રલ બેન્કના સરળ મૉનેટરી પૉલિસી છે. સરકારી બોન્ડમાં નેગેટીવ રિટર્ન્સ છે. સેન્ટ્રલ બેન્ક દ્વારા ફિઝીકલ ગોલ્ડની ખરીદી છે. બોન્ડ યીલ્ડ બજારમાં વેચવાલી છે.


ચાંદીની ચાલ પર નજર-


કિંમતોમાં 30 ટકાથી વધારેની તેજી જોવા મળી છે. વધારે ઇન્વેસ્ટમેન્ટ માગના કારણે કિંમતોને સપોર્ટ છે. ગોલ્ડ-સિલ્વર રેશ્યો ઘટીને 80ના લેવલ્સ પર પહોંચ્યો છે. ચાંદીમાં સોના કરતા માગ વધતી દેખાઈ છે.