બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 17:56  |  સ્ત્રોત : CNBC-Bajar

US-ચાઈના ડીલ પર અનિશ્ચિતતાના કારણે સેફ હેવન બાઈંગ વધતા કોમેક્સ પર સોનાની કિંમતોમાં હલ્કો વધારો નોંધાયો, જોકે મજબૂત ડૉલરના કારણે ભાવ હજુ પણ 1500 ડૉલરની નીચે જ રહેતા દેખાઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયોના કારણે ભાવ લગભગ અડધા ટકા વધતા દેખાયા.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા ભાવ સાડા સોળ ડૉલરની ઉપર જોવા મળ્યા. જ્યારે સ્થાનિક બજારમાં એક ટકાનો વધારો નોંધાય રહ્યો છે.