બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

સોના અને ચાંદીમાં રિકવરી સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 17:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ડીલમાં ફરી અડચણ અને ચાઈનાના નબળા ઇન્ડસ્ટ્રીયલ આંકડાઓના કારણે વૈશ્વિક બજારમાં સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, કોમેક્સ પર ભાવ 1500 ડૉલરની નીચે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાનો હલ્કો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં નીચલા સ્તરેથી હલ્કી રિકવરી જોવા મળી, ભાવ 17 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.